શેરબજારમાં કમાવવું હોય તો કયા ગ્રહો લાભકારક હોય છે? આ બહુ મહત્ત્વનો સવાલ છે. તમારી કુંડળી બીજા કોઈ પણ વ્યાવસાયિક ક્ષેત્ર માટે અત્યંત ઉત્તમ હોય પરંતુ જાે શેરબજારમાં રોકાણ કરવા માટે ર્નિબળ હોય તો તમે બીજે કમાએલું શેરબજારમાં ગુમાવો તેમ બને! અગાઉ આપણે જાેઈ ગયા કે તમને શેરબજારનું સૂંપર્ણ જ્ઞાન હોય પરંતુ તમારી કુંડળીમાં જાે કાલસર્પ યોગ હોય તો તમે શેરબજારના ગમે તેવા ઉત્તમ જ્ઞાન તેમજ અનુભવ પછી પણ શેરબજારમાં ગોથાં જ ખાવ! તમે બીજાઓને કમાણી કરાવી આપો તેમ પણ બને પરંતુ તમે પોતે તો ખોટ જ કરો!
એટલે કે શેરબજારના અર્થકારણ પર ગ્રહોનું બળ અચૂક અસર કરતું હોય છે. આ ધ્યાનમાં લેતાં શેરબજારમાં રમવા માટે તમારી પાસે કયા ગ્રહોનું પીઠબળ હોવું જાેઈએ તે જાણવું જરૂરી છે.
શેરબજાર માટે સૌથી મહત્ત્વના બે ગ્રહો છે સૂર્ય અને ગુરૂ. તમારી કુંડળીમાં આ બે ગ્રહો જાે સબળ અને સાનુકૂળ હોય તો શેરબજારની અડધી બાજી તમે ત્યાં જ જીતી જાવ છો! સૂર્ય અને ગુરૂની બીજી સારી વાત એ છે કે તે બંને તમને સમજદારી આપે છે. તમે શેરબજારમાં સમજી વિચારીને રમો છો. સટ્ટા જેવાં આંધળુંકિયાથી તમે મોટા ભાગે દૂર રહો છો. આ કારણે સોદાઓની રમતમાં તમારા પાસા પોબાર પડવાની શક્યતાઓ મહત્તમ બની જાય છે. બીજી એક સારી વાત એ છે કે સૂર્ય અને ગુરૂ તમને ટૂંકા ગાળાની લે-વેચને બદલા લાંબા ગાળાના રોકાણ તરફ વધારે દોરે છે. આવું રોકાણ ભવિષ્યમાં સારો એવો નફો કમાવી આપે છે. તેમ થતાં તમારું ભવિષ્ય આપોઆપ સુરક્ષિત બની જાય છે. મેં મોટા ભાગે જાેયું છે કે સૂર્ય અને ગુરૂનું શુભ બળ ધરાવતા જાતકો શેરબજારમાં અને સુવર્ણમાં રોકાણ કરવામાં વધારે રૂચિ રાખતા હોય છે. બીજું કે તેમને ખરીદવામાં જેટલો રસ હોય છે તેટલો વેચવામાં નથી હોતો. આથી તે સલામત રોકાણ કરે છે અને સમૃદ્ધિ આપતું રોકાણ કરે છે. મારા એક મિત્રએ જીવનમાં શેર અને સોનું, આ બેની કાયમ ખરીદી જ કરી છે. સંજાેગો મુજબ તેણે ક્યારેક અમુક શેર્સ જરૂર વેચ્યા છે પરંતુ ક્યારેય સોનું વેચ્યું નથી. આ કારણે આજે ૮૨ વર્ષની વયે તેની પાસે એટલા શેર્સ તથા સોનું છે કે તેને કોઈના આધારની કોઈ આવશ્યકતા જ નથી. તે આ ઉમરે પણ સંપૂર્ણ સ્વાભિમાન સાથેનું સ્વાવલંબી જીવન જીવી રહ્યો છે. તેના કુંડળીમાં ઉચ્ચનો ગુરુ અને ઉચ્ચનો સૂર્ય છે. જાેવાની ખૂબી એ છે કે તેની કુંડળીમાં માત્ર આ બે જ ગ્રહો સબળ છે. એ સિવાય તેની કુંડળી ર્નિબળ છે. ર્નિબળ ગ્રહયોગોને કારણે તેણે જીવનમાં ઘણા બધા સારા-નરસા અનુભવો કર્યા છે પરંતુ તે ક્યારેય આર્થિક રીતે ર્નિબળ કે પરાવલંબી નથી બન્યો.
એટલે કે તમારી કુંડળીમાં જાે સૂર્ય અને ગુરુ સારા હોય અને તમે તેમની મદદથી સમજદારી તેમજ કુનેહથી રોકાણ કરો તો તમે કમ-સે-કમ આર્થિક રીતે તો સબળ બની જ જાવ છો!
સૂર્ય અને ગુરુના આ બળનું રહસ્ય શું છે? સૂર્ય સત્તા, સુવર્ણ, નાણાં અને શેરબજારનો કારક ગ્રહ છે એ સૌથી પહેલું કારણ. બીજું કે સૂર્ય તમારી બુદ્ધિ ક્ષમતાને વહીવટી ક્ષમતામાં બદલે છે. ત્રીજું કે સૂર્ય તમને લાંબા ગાળાના રોકાણ તરફ પ્રેરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જાે તમારો સૂર્ય સબળ હશે તો તમે હંમેશાં મોટી, પ્રસિદ્ધ અને સમૃદ્ધ કંપનીઓના શેરોમાં જ રોકાણ કરશો.
ગુરૂની વાત કરીએ તો તે સૂર્યની જેમ જ સુવર્ણ, નાણાં અને શેરબજારનો કારક ગ્રહ છે. ઉપરાંત તે સમજદારી તેમજ તીવ્ર બુદ્ધિનો ગ્રહ છે. એના પ્રભાવમાં તમે બીજાઓની સલાહને અનુસરવાને બદલે તમારી પોતાની સૂઝબુઝથી રોકાણ કરો છો. ઉપરાંત ગુરૂ તમને ક્યારેક આંતરિક પ્રેરણા આપીને અમુક એવી કંપનીઓના શેરોમાં રોકાણ કરાવે છે જેમાં બીજા સોદાગરો સોદાઓ કરતાં ખચકાય. સૌથી મોટી વાત એ છે કે તમારા રોકાણોમાં જાે ક્યાંય જરા પણ જાેખમ ઊભું થાય તો તમે તરત તેને પારખી લો છો અને ત્વરિત ર્નિણય લઇને જાેખમમાંથી બહાર નીકળી જાવ છો.
મેં જાેયું છે કે જે લોકોનો ગુરુ બળવાન હોય છે તે શેરબજારમાં પોતે સારું કમાય છે અને તે ઉત્તમ સલાહકાર પણ હોય છે. તેમની સલાહો મોટા ભાગે લાભકારક સાબિત થતી હોય છે.
આ જાેતાં હું મારા ઘણા ગ્રાહકોને સલાહ આપું છું કે જાે તમારે શેરબજારમાં સફળ થવું હોય તો તમારા સૂર્ય અને ગુરુને બળવાન કરો. સૂર્ય તમને શેરબજારમાં એક અલગ જ સત્તા આપશે તો ગુરૂ એેક અલગ જ ગુરૂત્વ આપશે!