‘સિંઘમ’ની એક્શનમાં પહેલી વખત ‘દબંગ’નો પાવર જાેવા મળશે

રોહિત શેટ્ટીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર એક વીડિયો શેર કરીને ‘સિંઘમ અગેઇન’માં એક ખાસ હિરોની એન્ટ્રી અંગે જાહેરાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે આ હિરોની એન્ટ્રી વિના ફિલ્મ અધુરી છે. રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોની તેના ફૅન્સ લાંબા સમય સુધી રાહ જુએ છે. હવે દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે તેના ફૅન્સ પહેલાંથી જ ખૂબ ઉત્સુક છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, અર્જૂન કપૂર અને ટાઇગર શ્રોફ હોવાની તો પહેલાથી જ જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ મંગળવારે રોહિત શેટ્ટીની વીડિયોથી ફૅન્સમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રોહિત શેટ્ટીએ વીડિયો શેર કરતા લખ્યું હતું,“સિંઘમ આ હિરો વિના અધુરો છે...આ દિવાળીએ સ્કોર્પિઓ પણ આવશે, ફરશે પણ ખરી, પણ એન્ટ્રી કોઈ બીજાની થશે.” આ પોસ્ટથી કેટલાક લોકોને એવો પણ ડર લાગ્યો હતો કે આ ફિલ્મમાંથી અજય દેવગનને રિપ્લેસ કરવામાં આવ્યો છે. જાેકે, ટૂંક સમયમાં ફૅન્સ સમજી ગયા હતા કે આ કોઈ વધુ એક કેમિઓની જાહેરાત છે. તો કેટલાંક ફૅન્સ અને ફિલ્મ રસિકોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે ફિલ્મમાં ‘દબંગ’ના ‘ચુલબુલ પાંડે’ એટલે કે સલમાન ખાનની એન્ટ્રી થઈ રહી છે. કારણ કે રોહિત શેટ્ટીની પોસ્ટના આધારે એટલો તો અંદાજ આવે છે કે આ એક મેલ એક્ટર છે. સલમાન ખાને જ ‘દબંગ’થી કૉપ યુનિવર્સની શરૂઆત કરી હતી. તો બની શકે કે રોહિત શેટ્ટી પોતાના કોપ યુનિવર્સમાં ચુલબુલ પાંડેની એન્ટ્રી કરવા માગતા હોય. થોડાં વખત પહેલાં એવી પણ અફવાઓ ચાલી હતી કે ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર રિલીઝ થશે નહીં, પણ રોહિત શેટ્ટીએ આ અંગે સ્પષ્ટતા કરીને અટકળોનો અંત લાવી દીધો હતો. આ ફિલ્મ પહેલાં ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ પછીથી તે દિવાળી સુધી પોસ્ટપોન થઈ હતી. આ ફિલ્મથી દીપિકાથી લેડી સિંઘમના યુનિવર્સને ઇન્ટ્રોડ્યુસ કરાશે, તો ટાઇગર પણ આ યુનિવર્સમાં પહેલી વખત જાેવા કરશે. લાંબા સમયથી સફળ ફિલ્મ માટે તરસી રહેલો અર્જુન કપૂર આ ફિલ્મમાં મુખ્ય વિલન હશે. સિંઘમ ફેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution