દરિયાપુરમાં પોલીસ મથકમાં પોલીસે ભાજપ કાર્યકરનો બર્થ ડે ઉજવ્યો

અમદાવાદ અમદાવાદમાં ગૃહ વિભાગની ઈજ્જતના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી. જેમાં પોલીસ મથકમા ભાજપ કાર્યકર્તાના બર્થ ડેની ઉજવણી સંદર્ભમાં ખુદ ડીસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓ કરશે તમારી આગતા સ્વાગતા કરતા જાેવા મળ્યા હતા. જેનો વિડિયો સોશિયલ મિડિયામા વિડિયો વાયરલ થયો હતો. વિડિયોમા જાેવા મળે છે કે ડીસીપી મેડમ આખા સ્ટાફને ભેગા કરીને પોલીસ સ્ટેશનમાં મેઈન ડેસ્ક પર કેકનો ઢગલો કરાવીને પીઆઈ કક્ષાના અધિકારીઓ પાસે તાળીઓ પડાવી ભાજપ કાર્યકર્તાનોં બર્થ ડે કેક કટિંગ કરાવીને ઉજવી રહ્યાં હતાં.બીજી તરફ રથયાત્રા સંદર્ભે થોડા દિવસ અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનેગારોની ઓળખપરેડ રાખવામાં આવી હતી પરંતુ તે કાર્યક્રમ ગુનેગારો માટે “પિકનિક સ્પોટ’ બની ગયું હોય તેવો વિડીયો વાયરલ થતાં ચર્ચાઇ રહ્યું હતું.એટલું જ નહિ વિડિયોમાં એક અધિકારી પગે પાડનાર ગુનેગારને જાણે કે આશીર્વાદ આપતા હોય તેમ નજરે પડ્યા હતા.તેમજ અધિકારીઓ ચેમ્બરમાં મિટિંગ કરી રહ્યા હતા ત્યારે બહાર બેઠેલા ગુનેગારોમાંથી એક ગુનેગારે વાત કરતાં કહ્યું હતું કે મને લાઇટ લગાવવાનું કહ્યું છે પણ મને કયા સ્ટેન્ડ આપ્યું છે તો ખર્ચો કરું તેવું ચર્ચાઇ રહ્યું હતું. અમદાવાદના દરિયાપુરમાં એફ ડિવિઝનની ઓફિસનો વીડિયો વાયરલ વાયરલ થયો હતો. એસીપી કચેરીમા ભાજપ કાર્યકર્તાના જન્મ દિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતા પોલીસ વિભાગની ભારે ટીકાઓ થતી જાેવા મળી હતી. આ વિડિયોને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા. વાયરલ થયેલા આ વિડિયોમા જાેવા મળ્યું હતું કે ભાજપના કાર્યકર્તાને બર્થ ડે વિષ કરવા માટે ખુદ ડીસીપી કાનન દેસાઈ કહે છે બધા હિમાંશુભાઈને બર્થ ડે વિષ કરો. જાણે કે મેડમના આદેશનું પાલન કરીને હાજર સ્ટાફના કેટલાક પીઆઈ સહિતના અધિકારીઓ પોલીસની વર્દીમાં લાઈનસર ઉભા રહીને તાળીઓ પાળીને ભાજપના કાર્યકર્તાને બર્થ ડે વિષ કરતાં જાેવા મળ્યાં હતાં. ડીસીપી મેડમ પોતે ભાજપના કાર્યકર્તાને કેક ખવડાવતા જાેવા મળ્યા હતા. એટલું જ નહીં મેડમેં પોતે ભાજપ કાર્યકર્તાના માથે હાથ મુકીને આશીર્વાદ આપ્યા હતા. આ બધું વીડિયોમાં જાેવા મળ્યું હતું. બીજી એવી પણ ચર્ચા છે કે ભાજપના આ કાર્યકરને પોલીસના મોટા મોટા અધિકારીઓ સાથે કેક કાપીને ફોટા પાડવાનો શોખ છે અને આવા ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને પોતાનો રૂવાબ છાંટવાનો પણ શોખ છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિનો વિડીયો વાયરલ થાય તો આ જ પોલીસ તરત જ કાર્યવાહી કરે છે પણ જ્યારે પોતાના જ પગ નીચે રેલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય માણસના સવાલો ઉઠી રહ્યા છે કે શું ભાજપનો કાર્યકર હોય એટલે તેણે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ ઉજવવાનો પરવાનો આપી દેવામાં આવે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસના મોટા મોટા અધિકારીઓ ભાજપના કાર્યકર સામે સરેન્ડર થઈ ગયા હોય એવું જાેવા મળ્યું હતું.

ભાજપ કાર્યકરનો પોલીસ સ્ટેશનમાં કેક કાપતો વીડિયો વાયરલ

ભાજપના કાર્યકરના જન્મદિવસનો કેક કાપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનર હરકતમાં આવ્યા હતા. તેમણે આ મામલે તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વિડીયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે પોલીસ જ ભાજપના કાર્યકર માટે હેપી બર્થ ડે ટુ યુ નું ગીત ગાય છે અને ખુદ ડીસીપી કાનન દેસાઈ ભાજપના કાર્યકરને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ મામલે ડીસીપીએ લૂલો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં કોઈ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી નહોતી. રથયાત્રાના બ્લડ કેમ્પને લઈ વધારે બ્લડ એકઠું થતા આયોજકો દ્વારા કેક લાવવામાં આવી હતી.

શું ભાજપનો કાર્યકર હોય એટલે પોલીસ સ્ટેશનમાં બર્થડે ઉજવી શકાય?

પોલીસ સ્ટેશનમાં જ ભાજપના કાર્યકરનો જન્મદિવસ ઉજવવા ને લઈ ભારે વિવાદ સામે આવ્યો છે. જેમાં ડીસીપી કક્ષાના અધિકારીએ ગૃહ વિભાગના આબરૂના ધજાગરા ઉડાડયા હોવાની ચર્ચાઓ ઉઠી હતી. પોલીસ સ્ટેશનને ભાજપનું કમલમ બનાવવાની પરવાનગી કોને આપી અને ભાજપના કાર્યકરો કોઈપણ ડર વિના પોલીસ સ્ટેશનમાં આવીને બર્થ ડે કોના આશીર્વાદથી ઉજવી શકે તે મામલે પણ ગૃહ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા મોટા અધિકારીઓના પગ નીચે રેલો આવી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શું ભાજપનો કાર્યકર હોય એટલે પોલીસ સ્ટેશનમાં તેને જન્મદિવસ ઉજવવાનો પરવાનો આપી દેવામાં આવે છે એવા વેધક સવાલો પણ ઉઠયા હતા.

ઝોન ૪ ડીસીપીએ ખુલાસો કર્યો

આ અંગે ઝોન ૪ ડીસીપી દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આ સેલિબ્રેશન રક્તદાન શિબિરનું હતું. જન્મદિવસનું નહીં. એટલે પોતાનો બચાવ કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution