્ટ્ઠંટ્ઠ ર્ઝ્રહજેઙ્મંટ્ઠહષ્ઠઅ જીીદિૃૈષ્ઠીજ (્ઝ્રજી) એ તાજેતરમાં ભારત સરકાર સંચાલિત મ્જીદ્ગન્ માં મોટું રોકાણ કર્યું છે, જે ડેટા સેન્ટરો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહેવાલો અનુસાર, આ પગલાનો હેતુ ટાટા જૂથને ટેલિકોમ સેક્ટરમાં પાછો લાવવાનો છે, જ્યાંથી તે લાંબા સમયથી બહાર નીકળી ગયું હતું. ્ઝ્રજી એ મ્જીદ્ગન્ માં રૂ. ૧૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જેનાથી ચાર મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
ટાટા ગ્રૂપે અગાઉ ટાટા ડોકોમો દ્વારા ટેલિકોમ સેવાઓ પૂરી પાડી હતી, જે જાપાની કંપની એનટીટી ડોકોમો સાથે સંયુક્ત સાહસ છે. પરંતુ ૧ જુલાઈ, ૨૦૧૯ ના રોજ, ટાટા ડોકોમોએ તેની સેવાઓ બંધ કરી દીધી. ફોર્ચ્યુન ઈન્ડિયાના અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ટેલિકોમ સેક્ટરમાં પુનરાગમન કરવા માટે ટાટા ગ્રુપ તેજસ નેટવર્ક્સ સાથે સંકળાયેલું છે. તાજેતરમાં, ડીએનએ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે મ્જીદ્ગન્ સાથે ટાટા જૂથની ભાગીદારી કંપનીને પુનઃજીવિત કરશે અને ગ્રાહકોને ઘણા લાભો પ્રદાન કરશે.
રિપોર્ટ અનુસાર, મ્જીદ્ગન્ અને ટાટા વચ્ચેની ભાગીદારીથી ભારતના ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ લાવવાની અપેક્ષા છે. આ યોજના ૧,૦૦૦ ગામોને આવરી લેશે, જ્યાં મ્જીદ્ગન્ પહેલેથી જ ૩ય્ નેટવર્કમાંથી ૪ય્ નેટવર્કનું પરીક્ષણ કરી રહ્યું હતું. આ રોકાણ બીએસએનએલ ખરીદવાનો ભાગ નથી, પરંતુ એક વ્યૂહાત્મક જાેડાણ છે, જેથી કંપનીની ખરીદી અંગેની અફવાઓને ફગાવી શકાય.
રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી વર્તમાન ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાની જાહેરાતથી ઘણા ગ્રાહકોને અસર થઈ છે અને કેટલાક લોકો મ્જીદ્ગન્ તરફ વળ્યા છે. આ પછી સરકાર સંચાલિત આ ટેલિકોમ કંપનીએ પણ ૫ય્ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં તેનું ટ્રાયલ શરૂ કરવાની યોજના ધરાવે છે.
ભારતમાં હાલમાં ૩ય્ નેટવર્કનો ઉપયોગ કરતા લોકો ૪ય્ અને પછી ૫ય્ ટેક્નોલોજી પર સ્વિચ કરે તેવી અપેક્ષા છે. મ્જીદ્ગન્ અને ટાટા વચ્ચેની આ ભાગીદારીની ઘોષણાથી એવા ગ્રાહકો માટે નવા પ્લાન લાવવાની અપેક્ષા છે કે જેઓ ફેરફાર અથવા સસ્તું વિકલ્પો શોધી રહ્યા છે.ટાટા ગ્રુપ અને મ્જીદ્ગન્ વચ્ચેની આ ભાગીદારી ટેલિકોમ સેક્ટરમાં નવી ઉર્જા લાવે તેવી શક્યતા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની ઉપલબ્ધતા અને સસ્તા દરે નવી યોજનાઓ સાથે, આ પહેલ ગ્રાહકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. હવે જાેવાનું એ રહે છે કે આ ભાગીદારી ભવિષ્યમાં કેવા નવા ફેરફારો અને તકો લાવશે.