મનુષ્યના મનની અંદર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના ગુણો રહેલા છે. આ બંને ગુણો ધ્યાનની ઊર્જાના માધ્યમથી જાગ્રત થાય છે. વિવિધ ઘટનાઓ, અનુભવો અને આસપાસનું વાતાવરણ વ્યક્તિની ધ્યાન શક્તિ(ર્હ્લષ્ઠેજૈહખ્ત રુીિ)ને પ્રભાવિત કરે છે. જેના કારણે વ્યક્તિનું ધ્યાન જે તે સકારાત્મક કે નકારાત્મક ગુણોની અંદર કેન્દ્રિત થઈ જાય છે અને તે ગુણ ધીરે ધીરે તેનું વ્યક્તિત્વ(ઁીજિર્હટ્ઠઙ્મૈંઅ) બની જાય છે.
આરતી, એક સામાન્ય ગૃહિણી હતી. તેના જીવનમાં એ દરેક પ્રકારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતા કે જેની મોટાભાગની સ્ત્રીઓ કલ્પના કરતી હોય છે. તે પોતાના પતિ અને બે બાળકો સાથે એક સરસ મજાનું જીવન જીવી રહી હતી. આરતી તેના પતિ, બાળકો અને પરિવારને ખૂબ ચાહતી હતી. તેનો પતિ પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની કાળજી લેતો હતો. બધુ સારું હોવા છતાં આરતી પોતાના મનની અંદર અનેક પીડા અને સંઘર્ષનો અનુભવ કરી રહી હતી. જેની અસર ધીરે ધીરે તેના શારીરિક સ્વાસ્થ્ય ઉપર પડી રહી હતી. આ માનસિક પીડાનું મૂળ કારણ આરતીની નાની બહેન દિપ્તિ હતી.
બાળપણમાં આરતી પોતાની નાની બહેન દિપ્તિને ખૂબ પ્રેમ કરતી હતી. બંને સાથે ભણતા, રમતા અને ખૂબ મસ્તી પણ કરતાં હતા. પરંતુ મેચ્યોરિટી આવતા આરતીને ખ્યાલ આવ્યો કે નાની બહેન દિપ્તિ પોતાના કરતાં વધુ સુંદર દેખાય છે. એટલું જ નહીં પણ અભ્યાસમાં પણ તે આરતીની તુલનામાં વધુ હોંશિયાર હતી. જેના કારણે આરતીના મનમાં દિપ્તિ પ્રત્યે એક ઈર્ષ્યાનો ભાવ ઉત્પન્ન થઈ ચૂક્યો હતો. આ ઈર્ષ્યાના બીજને પાણી આપીને એક મોટું વૃક્ષ બનાવવાનું કામ તેના માતા પિતા અને સગાસંબંધીઓએ કર્યું હતું. સમાજના લોકો દ્વારા વારંવાર આરતી અને દિપ્તિની વચ્ચે તુલના કરવામાં આવતી હતી. જેના કારણે આરતી પોતે દિપ્તિની તુલનામાં કમજાેર અને ઊતરતી કક્ષામાં છે તેવો તેને અહેસાસ થતો હતો. આ પ્રકારના સામાજિક તુલનાત્મક વ્યવહારના કારણે આરતી દિપ્તિની દરેક સફળતા પર દુઃખી થતી હતી. આ ઈર્ષ્યાએ આરતીના મનમાં એક ખાલીપો અને અસુરક્ષાની ભાવના પેદા કરી દીધી હતી.
આરતીના મનની અંદર ઉત્પન્ન થયેલો ઈષ્ર્યાભાવ ચરમ સીમાએ ત્યારે પહોંચી ગયો કે જ્યારે એક વખત લગ્નની વાત આરતી માટે લઈને આવેલા યજમાનોએ દિપ્તિને જાેતાં જ તેને સિલેકટ કરી લીધી હતી અને આરતીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આ અને આવા અનેક પ્રસંગોને કારણે આરતી અંદરથી ઈષ્ર્યા, ક્રોધ અને સામાજિક ડરનો અનુભવ કરતી હતી. ધીરે ધીરે તેણે દિપ્તિ સાથેના દરેક ભાવનાત્મક સંબંધો તોડી નાખ્યાં હતાં. વાત વાતમાં તે દિપ્તિને નીચા દેખાડવાનો પ્રયાસ કરતી હતી. દિપ્તિની નાની નાની ખામીઓને શોધીને જાહેરમાં વ્યક્ત કરવાથી તેને એક આનંદનો અનુભવ થતો હતો. એટલું જ નહીં, ઘણીવાર તો આરતી દિપ્તીના મહત્વના ડોક્યુમેન્ટ્સ, કપડાં વગેરેને જાણી જાેઈને નુકશાન પહોંચાડતી હતી કે જેથી તેને પોતાના જાેબ ઈન્ટરવ્યૂમાં કે કોઈ મહત્વના કાર્યમાં નિષ્ફળતા મળે.
લગ્ન બાદ પણ આજે આરતી પોતાની આંતરિક ઈષ્ર્યાના કારણે દુઃખી છે. દિપ્તિ તેના જીવનનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. પોતાના જીવનમાં સંપૂર્ણ રીતે સુખી હોવા છતાં તે સુખનો અનુભવ નથી કરી રહી. કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન(ર્હ્લષ્ઠેજ) દિપ્તિના જીવનની સફળતા અને સુખ ઉપર કેન્દ્રિત થયેલું છે. જેના કારણે તેના મનમાં નકારાત્મક ભાવનાઓ વધતી જઈ રહી છે અને તેની અસર શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે.
સેશન દરમ્યાન આરતીને સમજાવવામાં આવ્યું કે દરેક વ્યક્તિ અલગ છે. દરેક વ્યક્તિની કુશળતા અને ક્ષમતાઓ અલગ અલગ હોય છે. આપણે એકબીજાની સરખામણી કરવાને બદલે પોતાની વાસ્તવિકતા પ્રત્યે જાગ્રત થઈને તેને સ્વીકારવી જાેઈએ અને જરૂર જણાય તો તેમાં બદલાવ કરવાના પ્રયત્નો કરવા જાેઈએ. ત્યારબાદ આરતી પોતાને પ્રેમ કરી શકે તેમજ પોતાના સકારાત્મક ગુણો પ્રત્યે જાગ્રત થઈ શકે તે માટે મેં તેને પોતાની સિદ્ધિઓ અને ગુણોની યાદી બનાવવા કહ્યું. આનાથી આરતીને પોતાની જાત પર વિશ્વાસ વધારવામાં મદદ મળી. હિપ્નોથેરાપીના સેશન દરમિયાન આરતીના મનમાં પડેલો દિપ્તિ પ્રત્યેનો દ્વેષભાવ દૂર કરવામાં આવ્યો અને ત્યારબાદ મેં તેને પોતાની બહેન સાથે ખુલીને વાત કરવાની સલાહ આપી. વાતચીતથી ઘણી ગેરસમજ દૂર થતી ગઈ. ધીમે ધીમે આરતીમાં પરિવર્તન આવવા લાગ્યું. તેણે પોતાની જાતને સ્વીકારવાનું શરૂ કર્યું. તેની બહેન સાથેના સંબંધોમાં સુધારો થયો. ઈર્ષ્યાની લાગણી ધીમે ધીમે ઓછી થતી ગઈ.