વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં બે દિવસ પૂર્વે નવાપુરામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા સ્થાયી સમિતીના ચેરમેન અને વોર્ડ-૧૩ના મહિલા કાઉન્સિલર વચ્ચે તૂં..તૂં..મે..મે.. થયું હતંુ. ત્યારબાદ આક્ષેપ પ્રતિઆક્ષેપો પણ થયા હતા. જાેકે,ત્યારબાદ કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ વોર્ડ સંગઠનના હોદ્દેદારોની સાથે મેયરને રજૂઆત કરી હતી.
આ સ્થાયી સમિતીના ચેરમેન અને સ્થાયીના સભ્ય વચ્ચેના વિવાદને લઈ પાલિકા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.જાેકે, નવાપુરા વિસ્તારમાં આવેલ કહાર મહોલ્લો, પ્રેમસ્મૃતિ એપાર્ટમેન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી દૂષિત પાણી મળે છે. ત્યારે રજૂઆત બાદ આજે સ્થાયી સમિતીના ચેરમેન અને કાઉન્સિલર જાગૃતિ કાકાના વિવાદમાં ડે. મેયરની એન્ટ્રી થઈ હતી. અને ચેરમેનને જવાબ આપવા માટે વિરોધી જૂથ એક થઈને સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી. ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તેમજ વિસ્તારની મુલાકાત લઈને સમસ્યાનુ નિરાકણ થાય તે માટે સુચના આપી હતી.
ઉલ્લેખનિય છે કે, પાલિકાના પાંચ હોદ્દેદારોમાં મતભેદો અનેક વખત સામે આવ્યા છે. પાલિકામાં ચેરમેન અને મેયર એક તરફ છે. જ્યારે બાકીના પદાધિકારીઓ છે અને સંગઠન એકતરફ છે. આવી સ્થિતીમાં જ્યારે પણ કોર્પોરેશનમાં કોઈ વિવાદ થાય ત્યારે ચેરમેનની સામે ડે.મેયર મેદાનમાં ઉતરતા હોય છે. એવું આ વખતે પણ થયું છે.
નવા સૂએઝ પમ્પિંગ સ્ટેશનના પાંચ વાર ટેન્ડર બહાર પડાયા છતાં કામ કરવા કોઈ તૈયાર નથી
વડોદરાના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી દૂષિત ગંદા પાણીના કારણે સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે. આ અંગે રજૂઆત બાદ આજે ડે.મેયર સહિત સ્થાનિક નેતાઓ નગરસેવકો સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા.જાેકે સુએઝ પંપીંગ સ્ટેશનની ક્ષમતા ઓછી હોવાના કારણે સવારે અને સાંજે ડ્રેનેજ લાઈનો વિસ્તારમાં ભરાયેલી રહેછે. સુએઝ પંપીંગ સ્ટેશન નવું બનાવવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યુ નથી. ડે.મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું. જાે વધારે કેપેસિટી વાળું સુએઝ પમ્પિંગ સ્ટેશન બની જતા ગંદા અને દૂષિત પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ આવી જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.ફરી એકવખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે જેની છેલ્લી તારીખ ૨૦ જુલાઈ છે. આ અંગે જાે ટેન્ડર પ્રક્રિયા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર આગળ નહીં આવે તો પણ આ કામ અગ્રતા ધોરણે તાત્કાલિક રીતે હાથ પર લેવાશે તેમ સ્થાનિક કોર્પોરેટરો સહિત પદાધિકારીઓએ જણાવ્યું હતું.હાલમાં આ સ્થળે બે જેટલી લાઈનો કાંપીને ૧૮ જેટલા કનેક્શનો માંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. જ્યારે સવાર સાંજ બે-બે ટેન્કરો દ્વારા પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યાનુ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ.