નસવાડી, તા.૨૮
નસવાડી ગામ તાલુકા નું મુખ્ય મથક છે નસવાડી ગામ માં સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ તેમજ બી.એડ કોલેજ આવેલ છે કોલેજ સંકુલ ના બાધકામ માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ એ પોતાની માલિકી ની ૨ હેકટર જેવી કિંમતી જમીન નું દાન કરેલ હતું.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ને વિવિધ પ્રવૃત્તિ મા સગવતા મળે તે હેતુ સર સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અધ્યતન ઓડિટોરિયમ ના બાંધકામ માટે સને ૨૦૧૭ મા રૂપિયા ૮ કરોડ ની માતબર ગ્રાન્ટ ની ફાળવણી કરવમાં આવી છે સદર ગ્રાન્ટ હાલ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ ના હવાલે મુકવામાં આવેલ છે બાંધકામ ખાતા દ્વારા કોન્ટ્રકટ અંગે ની જરૂરી પ્રક્રિયા કરવામાં આવેલ છે હાલ માં આ ગ્રાન્ટ ને મંજુર થયે ૩ વર્ષ થયાં હોવા છતાં કોલેજ કમ્પાઉન્ડ માં જમીન ઓછી હોવાનું બહાનું કાઢી આ કામ ખોરંભે પાડવામાં આવ્યું છે વાસ્તવમાં કોલેજ કમ્પાઉન્ડ ની સામે આવેલ ૧૨ સાયન્સ સ્કૂલ માં વિશાળ ખુલી જગ્યા છે તેમજ નસવાડી ગ્રામ પંચાયત પણ અન્ય ખૂટતી જગ્યા આપવા માટે બાંહેધરી આપેલ છે તદઉપરાંત નસવાડી તાલુકા કેળવણી મંડળ દ્વારા પણ તેઓની માલિકીની જગ્યા આપવા માટે તૈયારી બતાવી છે આમ હોવા છતાં અગમ્ય કારણોસર બાંધકામ ની કામગીરી ખોરંભે પડી છે જેથી નસવાડી જેવા અતિ પછાત વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી.