શહેરામાં મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને તાલીમ અપાઈ

શહેરા શહેરામા સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને કાંકરી સરકારી આર્ટસ કોલેજ ખાતે તાલીમ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા આપવામા આવી હતી. શહેરા મા સ્થાનીક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણી ૨૮ફ્રેબુઆરી ના રોજ યોજાનાર છે.ત્યારે મતદાન મથકમા ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે કાંકરી માં આવેલી આર્ટસ કોલેજ ખાતે બે દિવસ માટે તાલીમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તાલીમમાં ઊપસ્થિત મતદાન મથકના સ્ટાફને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામા આવી હતી. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ તેમજ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડ એ મતદાન મથક ના સ્ટાફ ને માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તાલુકા મા યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ની રંગત જામી રહી હોવા છતાં હજુ સુધી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં નહી આવતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર હાલ દોડધામ કરી રહયા છે...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution