જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ થશે નહીં સંસદમાં કેન્દ્ર સરકારનો સ્પષ્ટ જવાબ


નવી દિલ્હી:જૂની પેન્શન યોજના અંગે ફરીથી એકવાર સરકાર તરફથી સદનમાં નિવેદન આવ્યું છે. સોમવારે બજેટ સત્રની શરૂઆત થઈ. સત્રના પહેલા દિવસે સોલાપુરથી કોંગ્રેસ લોકસભા સાંસદ પ્રણતિ સુશીલકુમાર શિંદેએ જૂની પેન્શન સ્કીમ અંગે સવાલ કર્યો. આ સાથે જ તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને ૨૦૧૩ બાદથી ઉપલબ્ધ કરાયેલા પેન્શનનો રાજ્યવાર ડેટા પણ સદનમાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું. લોકસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ સવાલોના લેખિતમાં જવાબ આપ્યા.

લોકસભા સાંસદ પ્રણિતિ શિંદેએ સવાલ પૂછ્યો કે શું સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો વિચાર ધરાવે છે, જાે હા તો ૧ જાન્યુઆરી ૨૦૦૪ બાદ સેવામાં આવેલા તમામ લોકો માટે તેને ક્યાં સુધીમાં લાગૂ કરવાની શક્યતા છે? જેના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓના સંબંધમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવા માટે હાલ ભારત સરકાર પાસે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સાંસદ પ્રણિતિ શિંદેએ પૂછ્યું કે શું સરકાર પાસે ૨૦૧૩થી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અપાયેલા પેન્શનના રાજ્યવાર કોઈ આંકડા છે? જેના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સોશિયલ સિક્યુરિટી માટે ૨૦૧૫માં અટલ પેન્શન યોજના (છઁરૂ) શરૂ કરવામાં આવી છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતાવાળા ૧૮-૪૦ વર્ષની આયુના તમામ ભારતીયો આ એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓક્ટોબર ૨૦૨૨થી ઈન્કમ ટેક્સ પેયર્સ માટે આ સ્કીમ બંધ કરી દેવાઈ. જેથી કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ગેરંટીકૃત પેન્શનનો વધુમાં વધુ લાભ મળે. છઁરૂ હેઠળ સબસ્ક્રાઈબરને પસંદ કરાયેલા પેન્શનની રકમ અને યોજનામાં સામેલ થવાની ઉંમરના આધારે માસિક/ત્રિમાસિક/છ મહિને એકવાર અંશદાન કરવાનું હોય છે. સબસ્ક્રાઈબરને ૬૦ વર્ષની ઉંમર બાદ મૃત્યુ સુધી પસંદ કરાયેલા અંશદાનના આધારે ૧૦૦૦ રૂપિયા પ્રતિ માસ, ૨૦૦૦ રૂપિયા માસિક, ૩૦૦૦ રૂપિયા માસિક , ૪૦૦૦ રૂપિયા માસિક કે ૫૦૦૦ રૂપિયા માસિકનું ન્યૂનતમ પેન્શન સરકાર તરફથી ગેરંટીથી મળશે. આ ઉપરાંત યોજના મુજબ સબસ્ક્રાઈબરને ૬૦ વર્ષની ઉંમર થતા પેન્શનનો લાભ મળશે. આથી છઁરૂ હેઠળ પેન્શન લાભ ૨૦૨૫થી શરૂ થવાની આશા છે.

નાણા રાજ્યમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું કે ૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (ઁસ્જીરૂસ્) પેન્શન યોજના પણ શરૂ કરાઈ છે જેનો હેતુ વૃદ્ધાવસ્થા સુરક્ષા કવર ઉપલબ્ધ કરાવવાનો છે. તે ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શન પ્રદાન કરે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution