વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7.52 કરોડથી વધુ થયો

મોલ્ડોવા-

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭.૫૨ કરોડથી વધુ થઈ ગયો છે. ૫ કરોડ ૨૮ લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૧૬ લાખ ૬૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકા અને જર્મની પછી કોલંબિયામાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેનું કારણ રાજાઓ દરમિયાન લોકોએ પ્રતિબંધોની અવગણના કરી હોવાનું મનાઈ રહ્યું છે. ગુરુવારે અહીં ૧૨ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. કોલંબિયામાં ગુરુવારે કુલ ૧૨ હજાર ૧૯૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ પહેલા ઓગસ્ટમાં એક દિવસમાં ૧૩ હજાર ૫૫ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૪ લાખ ૬૮ હજાર ૭૯૫ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 

આ દરમિયાન ૩૯ હજર ૭૮૭ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ઈવાન ડુકે ગુરુવારે હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓ સાથે મીટિંગ કરી. તે પછી આપવામાં આવેલા નિવેદનોમાં લોકોને ચેતવણી આપી છે. કહ્યું- ફેસ્ટિવ સિઝનમાં સંયમ રાખો, કારણ કે સંક્રમણ ઓછું થવાની જગ્યાએ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોલંબિયા સરકારનું કહેવું છે કે જાન્યુઆરી ૨૦૨૧ પહેલા વેક્સિનેશન શરૂ થવું મુશ્કેલ છે. આ સિવાય સરકાર તેના માટે પણ તૈયારીઓ કરી ચૂકી છે. દક્ષિણ અમેરિકાના દેશો બ્રાઝીલ સિવાય કોલંબિયા પણ સૌથી પ્રભાવિત છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જાે બાઈડનનો ટેસ્ટ રિપોર્ટ ગુરુવારે રાતે નેગેટિવ આવ્યો.

તેમના વ્હાઈટ હાઉસ એડવાઈઝર સેડ્રિક રિચમંડ ગુરુવારે જ પોઝિટિવ આવ્યા હતા. તેઓ ઘણા દિવસોથી બાઈડનના સતત સંપર્કમાં હતા. બાઈડનના પ્રવક્તાએ કહ્યું- પ્રેસિડેન્ટ ઈલેક્ટનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના એડવાઈઝર મિસ્ટર રિચમંડ પોઝિટવ આવ્યા હતા. પ્રેસિડેન્ટ ઈલેક્ટ આગામી સપ્તાહે સાર્વજનિક રીતે વેક્સિનેશન કરાવશે. બીજી તરફ હેલ્થ મિનિસ્ટ્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યોને મોકલવામાં આવનારા વેક્સિનના ડોઝમાં સોમવારથી ઘણી તેજી આવશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution