દિલ્હી-
દેશમાં હવે કોરોનાના નવા કેસો ચાર લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, કોરોનાથી 3,523 લોકોનાં મોત થયાં. છેલ્લા 24 કલાકમાં 2,99,988 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,91,64,969 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગથી અત્યાર સુધી 2,11,853 લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 32,68,710 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધી 1,56,84,406 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઘટતો જતો પુન: સ્વસ્થ થવાનો દર, કોરોનાના વધતા જતા કેસોની જેટલોજ ચિંતાજનક છે. છેલ્લા ઘણા દિવસોથી દેશના પુન: સ્વસ્થ થવાના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશનો પુન: સ્વસ્થ થવાનો દર 81.83 % પર આવી ગયો છે. આઇસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 30 એપ્રિલના રોજ 19,45,299 પરીક્ષણો થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 28,83,37,385 પરીક્ષણો કરવામાં આવ્યા છે.