દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.51 કરોડને પાર, 2.55 લાખ નવા કેસ નોંધાયા

 દિલ્હી-

દુનિયાભરમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. ઘણા દેશોમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 2 લાખ 55 હજાર 763 નવા કેસ સામે આવ્યા છે અને 5 હજાર 278 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 55 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 45 હજાર 955 લોકોનાં મોત થઈ ચૂકી છે. જ્યારે 1 કરોડ 75 લાખ લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 68 લાખ 9 હજાર એક્ટિવ કેસ છે.

વર્લ્ડોમીટર મુજબ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 61 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 42 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.

દુનિયાના 22 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 60 હજારથી વધુ મોત થયા છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસ મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી મોત મામલે પણ ત્રીજા નંબરે છે. સાથે ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution