મુંબઇ
2021નુ વર્ષ બોલીવૂડ માટે કેવુ પૂરવાર થશે તે કહેવુ તો વહેલુ છે પણ બોલીવૂ઼ડના જાણીતા પ્રોડયુસર કરણ જોહર માટે નવુ વર્ષ સારી ખબર લઈને આવ્યુ છે.
કરણ જોહરની ફિલ્મ નિર્માણ કંપની ધર્મા પ્રોડકશનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ગ્રૂપ પાર્ટનરશીપ કરવા જઈ રહ્યુ છે.ગૌતમ અડાણી ધર્મા પ્રોડ્ક્શનમાં 30 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.આ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરુ થઈ ચુકી છે.
બોલીવૂડમાં તેમની એન્ટ્રીને લઈને અનેક અટકળો શરુ થઈ છે.ઉલ્લેખનીય છે કે, ધર્મા પ્રોડક્શન મોટા સ્ટાર સાથે બીગ બજેટ ફિલ્મો બનાવવા માટે જાણીતી કંપની છે.હાલમાં આ કંપનીના બેનર હેઠળ અમિતાભ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ બની રહી છે.જેનુ બજેટ 300 કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.આ સિવાય જુગ જુગ જીયો, શેરશાહ, રણભૂમિ, દોસ્તાના 2 જેવી ફિલ્મો ધર્મા પ્રોડક્શન બનાવવાનુ છે.
બીજી તરફ ગૌતમ અદાણી સફળ ઉદ્યોગપતિઓ પૈકી એક છે અને તેમની સંપત્તિ 10 અબજ ડોલર હોવાનુ મનાય છે.આ ડીલ થઈ જશે તો બોલીવૂડમાં પૈસા ઠલવાશે અને કોરોનાના સમયગાળામાં બોલીવૂડને રોકાણની સખ્ત જરુરિયાત છે.