ગાંધીનગર-
નવા સીએમ,નવી મંત્રી અને પાટીદાર પાવર,આ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 9 પટેલનો સમાવેશ થશે.શું ભાજપ પાટીદારથી ડરી તો નથી ગઇ ને?થોડી જ વાર તમામ મંત્રીઓ શપથગ્રહણ કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 23 મંત્રી શપથ લેશે. જેમાં અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે 2 મહિલા ધારાસભ્યોને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાંથી 5 મંત્રી, સૌરાષ્ટ્રમાંથી 7 મંત્રી બનાવાયામાં આવ્યા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી અને તે બાદ જીતુ વાઘાણી અને રાઘવજી શપથ લેશે.
આ નવા મંત્રી મંડળમાં પટેલના 8,
ક્ષત્રિયના 2,
OBCના 6,
SCના 2,
STના 4
જૈન સમાજમાંથી 1 મંત્રીનો સમાવેશ થશે.
ઉલ્લેખનીય છે કે, પાટીદારોની સંખ્યા રાજ્યમાં લગભગ 12 ટકા છે, તેમ છતા પાટીદાર સમાજમાંથી 8 મંત્રીઓનો સમાવેશ થશે. જ્યારે OBC 27 ટકા અને ST 14 ટકા હોવા છતા ગુજરાત સરકારમાં તેમની સંખ્યા અનુક્રમે 6 અને 4 છે.
આ છે પટેલના મંત્રીઓ
-ઋષીકેશ પટેલ, વિસનગર ( પટેલ )
-નરેશ પટેલ, ગણદેવી ( ST )
-મુકેશ પટેલ, ઓલપાડ (OBC)
- દુષ્યંત પટેલ, ભરૂચ ( પટેલ )
-અરવિંદ રૈયાણી, રાજકોટ ( પટેલ)
-રાઘવજી પટેલ, જામનગર( પટેલ )
- જીતુ વાઘાણી, ભાવનગર વેસ્ટ ( પટેલ )
- વીનુ મોરડીયા, કતારગામ ( પટેલ)
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલને રવિવારના રોજ સર્વાનુમતે ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને સોમવારના રોજ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.