દેશમાં ૧૦૦૦ કરતાં પણ વધુ પરીક્ષા કેન્દ્રો પર નીટ પીજી પરીક્ષા યોજાઈ

નવી દિલ્હી:  આજે સમગ્ર દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (દ્ગઈઈ્‌) ઁય્ની પરિક્ષા યોજાઈ હતી. જે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ અથવા દ્ગમ્ઈસ્જી દ્વારા લેવામાં આવી હતી. ઝ્રમ્‌(કોમ્પ્યુટર-આધારિત ટેસ્ટ) મોડમાં એક જ દિવસમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાની પ્રથમ તબક્કાનો સમય સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધીનો હતો, જ્યારે બીજા તબક્કાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬ વાગ્યા સુધીનો હતો. મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે કોમ્યુટર આધારિત પરિક્ષા માટે દેશભરમાંથી ૨.૩૬ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાંથી ૯૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરિક્ષા આપી હતી. અગાઉ ૨૩ જૂનના રોજ દ્ગઈઈ્‌ ઁય્ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મેડિકલમાં પીજીના અભ્યાસમાટે દેશમાં ૫૪,૦૦૦ અને રાજ્યમાં ૨૫૦૦ જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution