નવી દિલ્હી,૨૭ વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં વાપસી કરનાર ભાજપ હવે સીએમની પસંદગીને લઈને મોટી બેઠક યોજવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સોમવારે વિધાયક દળની બેઠક બોલાવી છે જેમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. તમામ ધારાસભ્યોને જાણ કરવામાં આવી છે. આ બેઠક દિલ્હી સ્ટેટ ઓફિસમાં યોજાશે.દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી પરિણામ ૮ ફેબ્રુઆરીએ આવ્યા હતા. ભાજપે દિલ્હીમાં ૭૦માંથી ૪૮ બેઠકો જીતીને જાેરદાર વાપસી કરી છે. ભાજપે ચૂંટણી સમયે કોઈ સીએમ ચહેરો જાહેર કર્યો ન હતો. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પછી, ભાજપ તેના સીએમ ચહેરાની જાહેરાત કરશે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તે પહેલા શપથ ગ્રહણની શક્યતા છે.
છેલ્લા આઠ દિવસમાં મનજિંદર સિંહ સિરસા અને રેખા ગુપ્તાથી લઈને પ્રવેશ વર્મા સુધીના નામોની ચર્ચા થઈ હતી. દિલ્હીમાં ભાજપને દરેક વર્ગના મત મળ્યા છે, પછી તે જાટ હોય, શીખ હોય કે પૂર્વાંચલીના મત હોય, દરેકે ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં સીએમ અને કેબિનેટ સભ્યોના નામોની પસંદગીમાં આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે તેવી અપેક્ષા છે.