પાલિકાના બદલાયેલા સીમાંકન અને વોર્ડને કારણે નવી મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી છે.આ યાદીઓમાં વ્યાપક છબરડાઓ હોવાને લઈને યુવાનોતો ઠીક અનેક વૃદ્ધો અને સિનિયર સિટીઝન્સને પણ ઘણું સહન કરવું પડ્યું છે.લાકડીના ટેકે ટેકે કે ઘોડી લઈને કારેલીબાગના મતદાન મથકે ચલાતું ન હોવા છતાં માંડ માંડ ચાલીને મતદાન કરવા પહોંચેલા મહિલાના મતદાનનું સ્વપ્નું ત્યાંજ રોળાઈ ગયું હતું.એકાકી જીવન વ્યતિત કરતી વૃદ્ધાના પતિનું અવસાન થઇ ચૂક્યું છે.તેમજ તેઓએ જાતે એના પતિનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવ્યું હતું.તેમ છતાં તંત્ર દ્વારા મૃત પતિને બદલે જીવિત વૃદ્ધાનું નામ કમી કરી દેવાયું હતું.જયારે મૃત પતિનું નામ મતદાર યાદીમાં યથાવત રાખેલું જાેવા મળ્યું હતું.આ મહિલા આખરે ચૂંટણી અને પાલિકા તંત્ર સામે નિશાષા નાખીને મતદાન મથકથી પરત ફરી હતી.આવો જ કિસ્સો વોર્ડ -૬માં પણ બનવા પામ્યો હતો. આવું શહેરના કેટલાય મતદાન મથકોમાં બનવા પામ્યું છે.