વોશિંગ્ટન: અમેરિકામાં ૧૦ દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ફ્લોરિડામાં ‘મિલ્ટન’ વાવાઝોડા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી ૫માં રાખ્યું છે. આ કેટેગરીમાં જાન-માલનું મોટું નુકસાન થવાનું જાેખમ છે.મિલ્ટન બુધવારે ફ્લોરિડાના ગીચ વસ્તીવાળા વિસ્તાર ‘ટેમ્પા બો’ને ટકરાઈ શકે છે. હાલમાં તે ટેમ્પાથી ૧૦૦૦ કિમી દૂર છે. ટેમ્પાની વસ્તી ૩ લાખથી વધુ છે. વાવાઝોડું ટેમ્પા બો સુધી પહોંચતાં નબળું પડવાની ધારણા છે. આ પછી તે મધ્ય ફ્લોરિડાથી એટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધશે.ેવાવાઝોડું મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. સોમવારે રાત્રે વાવાઝોડાની ઝડપ લગભગ ૨૮૫ કિમી પ્રતિ કલાકની હતી. તે ફ્લોરિડા રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝાડાના કારણે ફ્લોરિડાની ૬૭ કાઉન્ટીઓમાંથી ૫૧માં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે ‘મિલ્ટન’ બુધવારે ટકરાઈ કરી શકે છે. આ પહેલા અમેરિકામાં હેલેન વાવાઝોડું ત્રાટક્યું હતું. આમાં ઓછામાં ઓછા ૨૨૫ લોકોના મોત થયા છે. ગવર્નર ડી-સેન્ટિસે લોકોને વાવાઝોડા સામે તૈયાર રહેવાની અપીલ કરી છે. તેમણે લોકોને શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે.કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ફિલ ક્લોટ્ઝબેકે જણાવ્યું હતું કે મિલ્ટનને વાવાઝોડાનો દરજ્જાે મળવાની સાથે, સપ્ટેમ્બરથી એટલાન્ટિકમાં એક સાથે ત્રણ વાવાઝોડા સર્જાયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ અને અચાનક પૂર આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ ફૂટ સુધીના મોજા પણ ઉછળી શકે છે. વાવાઝોડું મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. સોમવારે રાત્રે વાવાઝોડાની ઝડપ લગભગ ૨૮૫ કિમી પ્રતિ કલાકની હતી. તે ફ્લોરિડા રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝાડાના કારણે ફ્લોરિડાની ૬૭ કાઉન્ટીઓમાંથી ૫૧માં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે