દિલ્હી-
સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે સામાન્ય લોકો અને અમીર લોકો વચ્ચેની ખાઈ વધી છે. યેચુરીએ કહ્યું કે દેશમાં મોટી અસમાનતા પેદા થઈ છે. એક બાજુ એક વ્યક્તિ એક કલાકમાં ૯૦ કરોડ કમાઈ રહ્યો છે તો બીજી બાજુ દેશની ચોથા ભાગની વસતી ફક્ત ૩ હજારમાં ગુજરાન ચલાવી રહી છે. ચેયુરી દ્વારા શેર કરવામાં કરવામાં આવેલી ખબર અનુસાર મુકેશ અંબાણી દુનિયાના ૮ મા અમીર શખ્સ બન્યાં છે. ત્યાર બાદ ગૌતમ અદાણીનો વારો આવે છે. યેચુરીએ બીજા ટિ્વટમાં લખ્યું કે લગભગ ૧૫ કરોડ ભારતીય બેરોજગાર થયા. આ દરમિયાન ૪૦ ભારતીય અબજાેપતિની યાદીમાં સામેલ થયા. ઘણા લોકોની સંપત્તિમાં તો ૧૦૦ ટકાનો વધારો થયો. જ્યારે દેશની ઈકોનોમીમાં ૭ ટકાનો ઘટાડો થયો, અમીરો માટે અચ્છે દિન, ગરીબો માટે બુરે દીન.વાહ મોદી જી.