માઈનિંગ કંપનીઓએ રાજ્યો દ્વારા લાગુ ટેક્સ ૧ એપ્રિલ ૨૦૦૫થી ચૂકવવાનો રહેશે


સુપ્રીમ કોર્ટે ખનીજ અધિકારો પર ટેક્સ લાગુ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે યથાવત રાખવાનો અને બાકી ટેક્સ ચૂકવવાનો ર્નિણય આપી કેન્દ્ર સરકાર અને માઈનિંગ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી ખનીજ અને ખાણોથી સંપન્ન ઓડિશા, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભ થશે.

સુપ્રીમ કોર્ટે ખનીજ પર ટેક્સ લાગુ કરવાનો અધિકાર રાજ્ય પાસે યથાવત્ત રાખતાં સ્પષ્ટતા કરી છે કે, માઈનિંગ કંપનીઓએ રાજ્યો દ્વારા લાગુ ટેક્સ ૧ એપ્રિલ, ૨૦૦૫થી ચૂકવવાનો રહેશે. તેમજ રાજ્યો આ સમયગાળાથી ખાણ કામ માટે ઉપયોગમાં લેવાયેલી જમીન પર બાકી ટેક્સ અને રોયલ્ટી કલેક્ટ કરી શકશે. માઈનિંગ કંપનીઓ અને કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવતાં ઈન્સ્ટોલમેન્ટ ૧ એપ્રિલ, ૨૦૨૬થી ૧૨ વર્ષ માટે કરી શકાશે. જાે કે, ૨૫ જુલાઈ, ૨૦૨૪થી પહેલાંના સમયગાળા માટે કરવામાં આવેલી માગ પર કોઈ વ્યાજ કે પેનલ્ટી ચૂકવવાની રહેશે નહીં.નવ જજની બંધારણીય બેન્ચમાંથી આઠના સમર્થન સાથે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ જે.બી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં, જસ્ટિસ સતિષ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઓગસ્ટી જ્યોર્જ મસીહની બેન્ચે આ ર્નિણય લીધો છે. જ્યારે જસ્ટિસ નાગરત્નાએ બહુમતથી અલગ ર્નિણય આપ્યો હતો.મેટલ અને માઈનિંગ સેગમેન્ટમાં કામ કરતી કંપનીઓને રોયલ્ટી પર સેસની અપેક્ષા પૂર્ણ ન થતાં પ્રતિકૂળ અસરો થશે. સિમેન્ટ કંપનીઓ પર પણ સુપ્રીમના આદેશની અસર થશે. અંદાજે ૨ લાખ કરોડના સેસ બાકી છે. જેમાં સરકારી કંપનીઓ પર જ રૂ. ૬૦૦૦૦ કરોડના સેસ બાકી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution