ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પડી શકે છે. અને રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. આગામી ૨૭ થી ૩૧ જાન્યુ.ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની આગાહી ને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહીને પગલે રવિપાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ૮ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે. ૧ થી ૧૧ ફેબ્રુ.સુધી ઉ.ભારતમાં વધુ ઠંડી પડશે. અને જેની કોલ્ડ વેવની ગુજરાતમાં અસર જાેવા મળશે. નોધનીય છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સણે કારણે ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની આશંકા છે. જેને લઇ ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે. જેના પરિણામે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યના કેટલાંક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. બાદમાં વાદળો વિખરાંતાં ફેબ્રુઆરી માસમાં કાતિલ ઠંડી પડી શકે છે.