સરકાર વાહનો પાછા ખેંચવા ફરમાન કરશે તો કંપનીને દંડ કરાશે, આવું કોણે કહ્યું

દિલ્હી-

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદન પ્રમાણે જાે ઉત્પાદન ખામીને લઈને સરકાર ફરજિયાતપણે વાહનો પાછા મંગાવાવનો આદેશ આપે તો કંપનીઓએ એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ વ્યવસ્થા એક એપ્રિલ, ૨૦૨૧થી લાગુ થશે. મંત્રાલયે ઉત્પાદકો દ્વારા વાહનોમાં ખામીને લઈ તેને ફરજિયાતપણે પાછા મંગાવવા મામલે નિયમો જાહેર કર્યા છે.

મંત્રાલયના કહેવા પ્રમાણે જાે કોઈ વિશેષ શ્રેણીના વાહન મામલે વાહન પાછું મંગાવવાના પોર્ટલ પર કુલ વેચાણ સમક્ષ એક લઘુત્તમ સંખ્યાથી વધારે ફરિયાદ આવે તો ઉત્પાદક પર તે વાહનોના રિપેરિંગ માટે ફરજિયાતપણે વાહન પાછા મંગાવવાનો કાયદો લાગુ થશે.

નવા નોટિફિકેશન પ્રમાણે વાહનોની સંખ્યા અને તેમના પ્રકારના આધારે દંડની રકમ ૧૦ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીની હશે. કેન્દ્રીય મોટર વાહન કાયદા અંતર્ગત વાહનોના પરીક્ષણ અને ફરજિયાતપણે પાછા મંગાવવાના નિયમમાં દંડની જાેગવાઈ છે. જ્યારે ઉત્પાદક કે આયાતક સ્વેચ્છાએ વાહન મંગાવવામાં અસફળ રહે ત્યારે આ દંડ લાગુ થાય છે. અત્યાર સુધી આ મામલે કોઈ દંડ નહોતો થતો.

નવો નિયમ એ વાહનો પર લાગુ થશે જે ૭ વર્ષ કરતા ઓછા જૂના હોય. તેમાં વાહન કે સ્પેરપાર્ટ અથવા સોફ્ટવેરમાં માર્ગ સુરક્ષાને લઈ જાેખમ હોય તેવી ગરબડ ખામી ગણવામાં આવશે.

સરકારનો ઈરાદો વાહન માલિકો માટે એક પોર્ટલ બનાવવાનો છે જેથી તેઓ પોતાની ફરિયાદ નોંધાવી શકે. ફરિયાદના આધારે ઓટો કંપનીઓને નોટિસ મોકલવામાં આવશે જેનો ૩૦ દિવસમાં જવાબ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, માર્ગ સુરક્ષાને લઈ સરકાર ખૂબ ગંભીર છે. રોડ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાડો લાવવાની યોજના પર કામ ચાલુ છે અને તેના અનુસંધાને જ આ પગલુ ભરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution