‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે

રામાનંદ સાગરની રામાયણ આવી તેના ૩ દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. હવે આ સિરીયલની સફળતા ને જાેઈ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસે મોટો ર્નિણય લીધો છે. તે ભગવાન કૃષ્ણ પર એક ફિલ્મ અને વેબ સીરિઝ બનવવાનું વિચારી રહ્યા છે. આવું પહેલી વખત નથી કે, જ્યારે આ પ્રોડક્શન હાઉસ ભગવાન કૃષ્ણ પર કોઈ પ્રોજેક્ટ લાવી રહ્યું હોય, કૃષ્ણના ટાઈટલ પહેલા પણ એક ટીવી શો આવી ચૂક્યો છે જે ખુબ હિટ રહ્યો હતો. હવે મેકર્સ ફરી એક વખત કૃષ્ણ પર નવા પ્રોજેક્ટ સાથે આવવાની તૈયારીમાં છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે આ વાતની જાણકારી શેર કરી છે. તેમણે લખ્યું કે, રામાયણના ક્રિએટર્સ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ, ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ લાવવાની તૈયારીમાં છે. જેમાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ૧૯૭૧ બનાવનારનું સહ-નિર્માણ હશે. આ એક મોટો પ્રોજેક્ટ હશે અને તેમાં સમગ્ર ભારતની સ્ટારકાસ્ટ હશે. ઈન્ટરનેશલ ફહ્લઠ કંપની પણ આમાં સામેલ થશે. આ મેગા પ્રોજેક્ટ વિશે હજુ સુધી વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.રામાનંદ સાગરે ભારતને ૨ મોટી સીરિયલ આપી છે. તેનો પહેલો શો રામયણ સુપરહિટ રહ્યો અને કૃષ્ણા સીરિયલને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સીરિલે અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા, દારા સિંહ, સુનીલ લહરી જેવા સ્ટાર ઘરે ઘરે પોપ્યુલર થયા છે. હવે ચાહકો ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત વેબ સીરિઝની રાહ જાેઈ રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution