મુબંઇ-
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે અર્ણબ ગોસ્વામીની વિરુદ્ધ આ પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવ આવ્યા બાદ વિધાનસભામાં હંગામો મચી ગયો હતો અને અડધો કલાક સુધી કામ અટકી ગયું હતું. વિધાનસભાએ આ દરખાસ્તને સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ગૃહ ટૂંક સમયમાં અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી શકે છે.
પરિવહન પ્રધાન અનિલ પરબ દ્વારા અર્ણબ ગોસ્વામી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અનિલ પરબએ કહ્યું, "જો કોઈ પત્રકાર સામે વાત કરે અથવા તેમને કોઇ નુક્શાન પહોચાડે, તો પત્રકારોને બચાવવા માટે આ એસેમ્બલીમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ જો કોઈ પત્રકાર કોઈ જન પ્રતિનિધિ વિશે કંઇ કહે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં. " પ્રતાપ સરનાઇકે કહ્યું કે, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર સામે અર્ણબ ગોસ્વામીએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેની હું નિંદા કરું છું. અભિવ્યક્તિની આઝાદીના નામે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંનેની પ્રતિષ્ઠા કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અર્ણબ ગોસ્વામી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. "
અનિલ પરબે અર્ણબ ગોસ્વામી વિશે કહ્યું કે, "અર્ણબને લાગે છે કે તે પોતે જજ છે. તેમણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વિરુદ્ધ નિંદાકારક શૈલીમાં વાત કરી છે. પત્રકારો દ્વારા આ ઘરની જે રીતે રક્ષા કરવામાં આવી છે. કાયદો પસાર કરવો યોગ્ય છે, તે જ રીતે કોઈ પણ પત્રકાર સામે કાર્યવાહી કરવી પણ યોગ્ય છે.
અનિલ પરબ કહે છે, "જો કોઈ વડા પ્રધાન વિરુદ્ધ બેજવાબદાર ભાષાનો ઉપયોગ કરે છે, તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે, તો પછી મુખ્યમંત્રી વિરુદ્ધ બેજવાબદાર નિવેદન કેમ નહીં ચલાવાય? જો કોઈ વડા પ્રધાનને કહે છે તો તમે ગુસ્સે છો. પરંતુ જો કોઈ મુખ્યમંત્રીને કહે, તો તમે ગુસ્સે થશો નહીં? સોપારી લેતા પત્રકારો સામે કાર્યવાહી થવી જોઈએ. "
મહારાષ્ટ્ર વિધાનસભામાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે અન્નાય નાયક મામલામાં અર્ણબ ગોસ્વામીની તપાસ કરવામાં આવશે. અન્વય નાયક મરાઠી ઇન્ટિરિયર ડિઝાઇનર હતા જેમણે મે 2018 માં આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા કરતા પહેલા લખેલા પોતાના પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, રિપબ્લિક નેટવર્કના સ્ટુડિયોની ઇંન્ટીરીયર ડિઝાઇન પછી અર્નાબ ગોસ્વામીએ ચુકવણી કરી નથી.
અનિલ દેશમુખે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું હતું કે, "અનવય નાઇકની પત્ની અને પુત્રી મારી પાસે આવી છે અને અર્ણવ ગોસ્વામીને ફરિયાદ કરી છે, તેથી મહારાષ્ટ્ર પોલીસ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ તપાસ કરશે. અન્વય નાયકની પત્ની અક્ષતા નાઈક અને પુત્રી પ્રજ્ઞા નાઇક ફરિયાદના આધારે તેની તપાસ કરવામાં આવશે. "