મુંબઇ-
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદમાં નામાંકિત કરવાની ભલામણ અંગેની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આ અંગે ર્નિણય લેશે. રાજ્યપાલ ક્વોટામાંથી રાજ્યની વિધાન પરિષદમાં ૧૨ ઉમેદવારોની નિમણૂક થવાની છે. આ અંગે મહારાષ્ટ્ર કેબિનેટમાં રાજ્યપાલને ઉમેદવારોના નામ મોકલવાની ચર્ચાના એક દિવસ બાદ રાઉતનું નિવેદન આવ્યું છે.
માતોંડકરના નામની ચર્ચાથી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં રાઉતે પત્રકારોને કહ્યું કે મેં પણ આ અટકળો અંગે સાંભળ્યું છે કે સરકાર માતોંડકરને પરિષદ માટે નોમેનિટ કરશે. આ રાજ્યના મંત્રીમંડળનો વિશેષાધિકાર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર ર્નિણય લેવા માટે અધિકૃત છે.
મહારાષ્ટ્રની વિધાન પરિષદ ની 12 સીટો આ વર્ષે જૂન મહિનામાં ખાલી થઇ છે. બંધારણની કલમ 171 અંતર્ગત રાજ્યપાલ સાહિત્ય, કલા, વિજ્ઞાન, સહકારી આંદોલન અને સમાજસેવા સાથે જાેડાયેલ 12 વ્યકિતઓને રાજ્યની વિધાન પરિષદ માટે નોમેનિટ કરી શકે છે.
શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ રાજ્યપાલ પાસેથી ચાર-ચાર નામોની ભલામણ કરશે. માતોંકર સિવાય મરાઠી અભિનેતા તથા શિવસેના નેતા આદેશ બાંડેકર, ગાયક આનંદ શિંદે, ભાજપા છોડીને રાકાંપામાં સામેલ એકનાથ ખડસે અને કિસાન નેતા રાજૂ શેટ્ટીના નામોની પણ ચર્ચા છે.