વકફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની જાહેરાત કરી

નવી દિલ્હી: વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર)ની રચના કરી છે. સમિતિમાં ઓવૈસી અને ઇમરાન મસૂદ સહિત ૩૧ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેપીસીમાં ૨૧ સંસદસભ્ય લોકસભાના અને ૧૦ સાંસદ રાજ્યસભાના છે.

નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભામાં ખરડો દાખલ કર્યો હતો. જાેકે કોંગ્રેસ સહિત વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ભાજપના સાથીપક્ષો પણ આ ખરડાને કાંતો સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અથવા સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ લઈ જવાની ઈચ્છા ધરાવતા હતા. જેને પગલે લોકસભા અધ્યક્ષે ગઈકાલે જ જેપીસીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.કોંગ્રેસની સરકારોએ બનાવેલા અને વારંવાર ફેરફાર કરીને વક્ફ બોર્ડને અમર્યાદ સત્તાઓ આપી દેનાર વક્ફ કાયદામાં સુધારો કરવા મોદી સરકારે થોડા દિવસ પહેલા સંકેત આપ્યો હતો અને તે અંગેનો સૂચિત મુસદ્દો તમામ સંસદસભ્યોને થોડા દિવસ પહેલાં પહોંચાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે ૮ ઓગસ્ટને ગુરુવારે લોકસભામાં સુધારા ખરડો દાખલ કર્યો હતો. જાેકે, અપેક્ષા મુજબ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે લઘુમતી કલ્યાણ બાબતોના મંત્રી કિરણ રિજ્જિજુ, જેમણે સુધારા ખરડો દાખલ કર્યો હતો તેમણે વિચારણા માટે જેપીસીમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, પોતે આ માટે જેપીસીની રચના કરશે.ગઈકાલે ગુરુવારે લોકસભાની કાર્યવાહી પૂરી થયા બાદ એનડીએના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ખરડામાં કશું ખોટું નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution