જીવન વીમા કંપની હવે હેલ્થ ઈન્શ્યોરન્સના સેક્ટરમાં પ્રવેશ કરશે


નવીદિલ્હી,તા.૨૮

એક સંસદીય પેનલે ફેબ્રુઆરી ૨૦૨૪માં ખર્ચ અને અનુપાલન બોજાને ઓછો કરવા માટે સમગ્ર વીમા એટલે કે કંપોઝિટ લાયસન્સ શરૂ કરવાનું સુચન આપ્યું હતું.

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ન્ૈંઝ્ર હવે હેલ્થ ઈન્શ્યોરન્સના સેક્ટરમાં મોટુ પગલું ભરવા જઈ રહી છે. સરકાર દ્વારા સંચાલિત વીમા દિગ્ગજ તેના માટે આ સેક્ટરમાં પહેલાથી કામ કરી રહેલી કોઈ કંપનીને હસ્તગત કરી શકાય તેવી શક્યતા પણ શોધી રહી છે. કંપોઝિટ ઈન્શ્યોરન્સ કંપનીઓને મંજૂરી આપવાના પ્રસ્તાવની વચ્ચે ભારતીય જીવન વીમા નિગમે પણ ૐીટ્ઠઙ્મંર ૈંહજેટ્ઠિહષ્ઠી સેક્ટરમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે.

ન્ૈંઝ્રના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે અમને એવી આશા છે કે કંપોઝિટ લાયસન્સની મંજૂરી આપવામાં આવી શકે છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર અમુક કામ પણ કરી લીધુ છે. અમે સ્વાસ્થ્ય વીમામાં પોતાની રૂચિ વધારી રહ્યા છીએ અને તમામ વિકાસના અવસરો પર પણ વિચાર કરી રહ્યા છીએ. એક રિપોર્ટ અનુસાર એક સંસદીય પેનલે ફેબ્રુઆરી ૨૦૨૪માં ખર્ચ અને અનુપાલન બોજાને ઓછો કરવા માટે સમગ્ર વીમા એટલે કે કંપોઝિટ લાયસન્સ શરૂ કરવાનું સુચન આપ્યું હતું.

હાલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ ફક્ત હેલ્થ ઈન્શ્યોરન્સના હેઠળ લોન્ગ ટર્મ બેનિફિટ આપી શકે છે અને તેમને હોસ્પિટલમાં ભરતી થયા બાદ કે કોઈ અન્ય પ્રકારની ઈજામાં કવર આપવા માટે વીમા એક્ટમાં સંશોધનની જરૂર પડશે.તેના માટે સંસદની એક સમિતિએ વીમા કંપનીઓના ખર્ચ અને અનુપાલનના બોજને ઓછુ કરવા માટે કંપોઝિટ ઈન્શ્યોરન્સ લાયસન્સ શરૂ કરવાનું સુચન આપ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution