વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈલિયાના ડિક્રૂઝે ફિલ્મ ‘બર્ફી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઈલિયાના ડિક્રૂઝ છેલ્લી વખત ફિલ્મ ‘પાગલપંતી’ માં જોવા મળી હતી. ફિલ્મ ભલે બોક્સ-ઓફીસ પર ફ્લોપ સાબિત થઈ હોય પરંતુ લોકોએ અભિનેત્રીને ખૂબ પસંદ કરી હતી.
બોલીવુડ અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ ફિલ્મોથી વધુ પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. ઈલિયાના ડિક્રૂઝ સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે. તે અવારનવાર ચાહકોની સાથે તસ્વીરો શેર કરતી રહે છે. આ દરમિયાન એક વખત ફરીથી ઈલિયાના ડિક્રૂઝે પોતાની કેટલીક તસ્વીરોના કારણે ચર્ચામાં આવી ગઈ છે.