જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક sbiએ ચાલુ વર્ષમાં પણ રોકાણકારોને સારું વળતર આપ્યું



જાે તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો અને શેરોની હિલચાલ પર નજર રાખો છો, તો તમને ખબર પડશે કે બેન્કિંગ સેક્ટરના શેર્સ છેલ્લા કેટલાક સમયથી બમ્પર વળતર આપી રહ્યા છે. એક રિપોર્ટમાં આગામી ૧૨ મહિનામાં વિવિધ બેંકોના શેરના સંભવિત વળતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામેલ બેંકો અંગે નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો શેર કર્યા છે. બધાએ આ શેરને બાય રેટિંગ આપ્યું છે. ચાલો જાણીએ એવા બેન્કિંગ શેરો વિશે જે આગામી એક વર્ષમાં ઉત્તમ વળતર આપી શકે છે. ઈ્‌ના અહેવાલ મુજબ, ૈંહઙ્ઘેજૈંહઙ્ઘ મ્ટ્ઠહા આગામી એક વર્ષમાં ૪૨ ટકા વૃદ્ધિની અપેક્ષા છે. હાલમાં આ શેર ે રૂ.૧૪૨૫ પર બંધ થયો છે. શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. ૧,૬૯૪ અને નિમ્ન સ્તર રૂ. ૧,૩૫૦ છે.એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો ૈંર્ઁં થોડા સમય પહેલા આવ્યો છે. આગામી એક વર્ષમાં તેના શેરમાં ૩૮ ટકાનો વધારો થવાની શક્યતા છે. હાલમાં બેન્કના શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. ૮૧૩ અને નિમ્ન સ્તર રૂ. ૫૫૪ છે. બુધવારે શેર થોડો ઘટાડા બાદ રૂ.૬૨૭ પર બંધ થયો હતો.બેન્ક ઓફ બરોડાનો શેર બુધવારે રૂ. ૨૫૭ પર બંધ થયો હતો અને આગામી એક વર્ષમાં તે ૩૦ ટકા વધી શકે છે. શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. ૨૯૮ અને નિમ્ન સ્તર રૂ. ૧૮૫ છે.કોટક મહિન્દ્રા બેંકના શેરમાં પણ ૨૫ ટકાનો વધારો થવાની ધારણા છે. બુધવારે રૂ. ૧૮૩૧ પર બંધ થયેલો આ શેર રૂ. ૧,૯૮૭ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ શેરનું ૫૨ સપ્તાહનું નીચલું સ્તર રૂ. ૧,૫૪૪ છે.જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક જીમ્ૈંએ ચાલુ વર્ષમાં પણ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આગામી વર્ષમાં શેરમાં ૨૨ ટકાનો વધારો થવાની શક્યતા છે. બુધવારે એટલે કે ૧૦ જુલાઈએ રૂ. ૮૪૯ પર બંધ થયેલ આ સ્ટોકનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. ૯૧૨ અને નિમ્ન સ્તર રૂ. ૫૪૩ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution