અંકલેશ્વરના રહિયાદ ગામના જમીન વિહોણા ખેડૂતો આંદોલન પર ઉતર્યા,આ છે કારણ

ભરૂચ

ઔદ્યોગિક તળાવની રોજગારી સંદર્ભે જી.આઈ.ડી.સી.ના ત્રાસથી થાકેલા મોજે ગામ રહિયાદના જમીમ વિહોણા ખેડૂતો કેટલાક પ્રશ્નનો ઉકેલ ન આવે તો કુટુંબીજનો સાથે જન આંદોલન પર ઉતરે તેવી ચીમકી જી.આઈ.ડી.સી. ના પ્રબંધક મેનેજરને આપવામાં આવી હતી.

આદ્યોગિક વિકાસના હેતુ માટે વાગરા તાલુકાના મોજે ગામના જમીમ વિહોણા ખેડૂતોએ વર્ષ 2008માં તેઓની સંપૂર્ણ ખેતીલાયક જમીન જી.આઈ.ડી.સી.ને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી. જેમાં તે સમયે જી.આઈ.ડી.સી ના અધિકૃત અધિકારો દ્વારા ટૂંક સમયમાં જમીન વિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવાનું અને ગામનો વિકાસ કરવાનું એક લેખિત વચન પત્ર વર્ષ 2008 માં જ આપવામાં આવ્યું હતું.

જેમાં હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આવેદનપત્ર અનુસાર છેલ્લા આઠથી નવ વર્ષથી લખાણ લઈને ખેડૂતો જી.આઈ.ડી.સી માં રોજગારી અને વિકાસના કામો માટે ભટકી રહ્યા છે, ઘણી બધી રજુઆતો કરવામાં આવી છે, ઘણી બધી મીટીંગો સાથે ઘણા બધા પત્ર વ્યવહાર કરવામાં આવ્યા છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી.

રહિયાદ ગામે જી.આઈ.ડી.સી તળાવ છેલ્લા પાંચ વર્ષથી રહિયાદ ગામની સીમ રેખામાં કાર્યરત છે, જે જમીન પર તળાવ બનેલ છે તેમાં 59 થી વધુ રહિયાદ ગામના લેન્ડ લુઝરોએ જમીન ગુમાવેલ છે, વચન પત્ર મુજબ ત્યાં બહારનાં લોકો આવીને કામ કરે છે પણ તેમાં એક પણ લેન્ડ યુઝરોને આજદિન સુધીય રોજગારી બાબતે સમાવેશ કરવામાં આવ્યો નથી.

રોજગારી અર્થે અગાઉ મોજે ગામે રહિયાદમાં ખેડૂતોએ 10-10-2017 ના રોજ રહિયાદ ચોકડી પર જન આંદોલન કર્યું હતું, જે વાતને આજે 41 મહિના કરતા વધુ સમય થઇ ગયો છે જેનો કોઈ નિશ્ચિત ઉકેલ આવી રહ્યો નથી, જેથી આ વર્ષે પણ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 19/07/2021 ના રોજ જી.આઈ.ડી.સી ઔદ્યોગિક તળાવ રહિયાદ પર કુટુંબકબીલા સાથે જો લેન્ડ લુઝર તરીકે રોજગારી ન આપે તો તળાવને બંધ કરવા ખેડૂતો મજબુર થશે અને આંદોલન કરી રહ્યા છે. જેથી વહેલી તકે થઇ રહેલા અન્યાય સામે હક્ક માટેનો ન્યાય મળી રહે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution