વકફ સુધારા વિધેયક પર જેપીસીની બેઠક ૧૯થી ૨૦મી સપ્ટેમ્બરે મળશે


નવી દિલ્હી:વકફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિની આગામી બેઠક ૧૯-૨૦ સપ્ટેમ્બરે યોજાશે. જેપીસીને બિલમાં સુધારા અંગે લગભગ ૮૪ લાખ સૂચનો મળ્યા છે. આ સૂચનો ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય લેખિત સૂચનોના ૭૦ બોક્સ મળ્યા છે અને સૂચનોની સમયમર્યાદા આજે રાત્રે પૂરી થશે. સમિતિએ આ માટે કોઈ ક્યૂ આર કોડ જારી કર્યો નથી. પટના લો કોલેજના કુલપતિને ૧૯મીએ બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. સમિતિની આગામી બેઠક ૨૬થી ૧ ઓક્ટોબર દરમિયાન દેશના વિવિધ શહેરોમાં યોજાશે. સૂત્રોએ જણાવ્યું છે કે સંયુક્ત સંસદીય સમિતિ દેશના વિવિધ શહેરોની મુલાકાત લેશે અને હિતધારકો પાસેથી સૂચનો લેશે. આ માટે જેપીસી મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર, અમદાવાદ સહિત અનેક શહેરોની મુલાકાત લેશે, કેન્દ્ર સરકારે વકફ બોર્ડની સત્તાઓને લઈને સંસદમાં વકફ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ પછી તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો છે. લખનૌમાં શુક્રવારની નમાજ દરમિયાન લોકોએ વકફ બિલનો વિરોધ કર્યો હતો. મૌલાના ખાલીદ રશીદ ફરંગી મહલીએ વકફની ખામીઓ વિશે માહિતી આપી અને ખામીઓ ગણાવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution