મૃત્યુના મુખમાંથી પાછી આવેલી ‘બાળકી પ્રેમા’ની પદ્મશ્રી સુધીની સફર

“અન્ય લોકો સાથે તમારી સરખામણી કરવાનું બંધ કરો. વાસ્તવિકતાનો સામનો કરવા અને જીવનમાં આગળ વધવા માટે તૈયાર રહો. ખુશખુશાલ વલણ કેળવો. નમ્ર બનો અને ભગવાનમાં વિશ્વાસ રાખો. પછી શાંતિથી જીવનનો આનંદ માણો,” આ શબ્દો છે ડૉ. પ્રેમા ધનરાજનાં, જેમને તાજેતરમાં જ મેડિકલ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વેલ્લોરની ઝ્રસ્ઝ્રૐ (ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ હોસ્પિટલ)નાં સર્જરી વિભાગના હેડ, ૭૨ વર્ષીય ડૉ. પ્રેમા ધનરાજ, બર્ન્સ સર્જન અને રિકન્સ્ટ્રકટિવ સર્જરીના ક્ષેત્રમાં ૯૯% નાં સફળતાના દર સાથે તબીબી સમુદાયમાં સૌથી સફળ સર્જનોમાંના એક તરીકે ઓળખાય છે. એક હદથી વધુ દાઝવાથી થયેલી ઈજાનો ભોગ બનવું તે માનસિક અને શારીરિક બંને રીતે પીડાદાયક હોય છે. ત્વચા અને માંસપેશીઓને નુકશાન પહોંચવાથી દર્દીમાં જીવનભર વિકૃતિ રહી જતી હોય છે. પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા પછી ડૉ. પ્રેમા ધનરાજનો ઇન્ટરવ્યૂ સાંભળતા તેમનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે.

૧૯૬૫માં ૮ વર્ષના પ્રેમા રસોડામાં રમી રહ્યાં હતાં ને સ્ટવ ફાટવાથી ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમનો ચહેરો, ગરદન અને શરીરનો લગભગ ૫૦% ભાગ દાઝી ગયો હતો અને તેમનો આખો ચહેરો ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો હતો. માણસનાં શરીરના ૩૦% થી વધુ દાઝે તે સ્થિતિ ગંભીર અને જીવલેણ કહેવાય. એમાં ખાસ કરીને બાળકોમાં આટલી હદે દાઝી જાય ત્યારે બચવું એ ચમત્કારથી જરાય કમ ન કહેવાય. પ્રેમાનો ચહેરો એટલી હદે દાઝી ગયેલો અને માંસપેશીઓ ઓગળી ગયેલી કે ગરદન રહી જ નહોતી અને હોઠ લબડીને હડપચી સુધી આવી ગયાં હતાં. ફૂડ પાઇપ દ્વારા ખોરાક આપવા માટે પાઇપ નાખવી પણ શક્ય નહોતું. તબીબો માટે આ ખૂબ પડકારજનક કેસ હતો. તેમની માતા રોઝીએ ભગવાનને પ્રાર્થના કરી, “જાે તમે મારા બાળકને બચાવશો તો હું તેને લોકોની સેવામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લઉં છું. હું તેને ડૉક્ટર બનાવીશ અને આ જ હોસ્પિટલમાં કામ કરશે.” પ્રખ્યાત સર્જન ડૉ. એલ.બી.એમ. જાેસેફે બાળકી પ્રેમા પર લગભગ પંદરથી વધુ સર્જરી કરી તેના ચહેરાના દરેક ઈંચને રિકન્સ્ટ્રક્ટ કર્યો. ફાઇટર હોવાને કારણે પ્રેમા ધનરાજ અનેક સર્જરીઓ બાદ બચી ગયાં. પણ પછીની સફર શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ કપરી હતી.

શાળાએ પાછા ફરવું એમના માટે ઘણું અઘરું રહ્યું. લોકો તેમનો ચહેરો જાેઈ ડરી જતાં. સમાજનો સામનો કરવો તે માનસિક યાતના હતી, મનમાં કડવાશ અને ગુસ્સો ઘર કરી ગયેલાં. ત્યારે તેમની માતા રોઝીએ તેમને શીખવ્યું કે કેવી રીતે તેમની નકારાત્મક લાગણીઓને સકારાત્મક રીતે ચેનલાઇઝ કરવી. સાથે મનોચિકિત્સકની મદદ પણ લેવામાં આવી જેમણે તેમની અંદર સુંદરતાની વ્યાખ્યા બદલી અને માનસિક રીતે સજ્જ કર્યા. એક સમય પછી તેમણે જાત પર આત્મવિશ્વાસ કેળવ્યો અને અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. હુબલી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યા પછી તેમને બચાવનાર ડૉ. જાેસેફના માર્ગદર્શનથી સી.એમ.સી. લુધિયાણાથી ડૉ. પ્રેમાએ પ્લાસ્ટિક ઍન્ડ રિકન્સ્ટ્રકટિવ સર્જરીમાં એમ.ડી. કર્યું. ૧૯૮૯માં તેઓ સર્જન તરીકે એ જ હોસ્પિટલ જયાં તેમની સારવાર થયેલી અને નવજીવન મળેલું તે ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં ડૉ. જાેસેફના હાથ નીચે નિમણૂક પામ્યાં. આમ તેમની માતાએ આપેલ વચન તેમણે પૂરું કર્યું.

આજે તે કપરો સમય યાદ કરતાં તેણી કહે છે, “જાે મારો અકસ્માત ન થયો હોત તો મેં જીવનમાં આટલું બધું પ્રાપ્ત કર્યું ન હોત. મેં જે ઈચ્છા કરી એના કરતાં ઘણું વધુ મેળવ્યું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા આ ચહેરા સાથે હું જીવનમાં આટલી આગળ પહોંચી શકીશ. પરંતુ ભગવાને મારી અંદર અદ્દભુત શક્તિ આપી બધુ જ બદલી નાખ્યું.”

૧૯૯૯માં ડૉ. પ્રેમાએ તેમની બહેન ચિત્રા સાથે મળીને ‘અગ્નિ રક્ષા’ સંસ્થાની સ્થાપના કરી જેમાં ગરીબ પરિવારના દાઝી ગયેલા પીડિતોની તબીબી સારવાર સાથે તેમના પુનર્વસન માટે મદદ પૂરી પાડવામાં આવે છે. અગ્નિરક્ષા ૨૫,૦૦૦ થી વધુ દાઝી ગયેલા લોકોને મદદ કરી ચૂકી છે, જેમાં તબીબી સારવાર જ નહીં, પણ કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવે છે. દર્દીઓને નૉર્મલ લોકોની નજીક સમાજમાં પાછા મોકલવા માનસિક રીતે સજ્જ કરવા કાઉન્સિલિંગ પણ આપવામાં આવે છે. અગ્નિરક્ષામાં નર્સ દાઝી ગયેલા પીડિતોમાંથી જ હોય છે, જેથી તે દર્દીઓની પીડા વધુ સારી રીતે સમજી સહાનુભૂતિ ભર્યું વલણ રાખે છે. ડૉ. પ્રેમાનો ચહેરો તેમના દર્દીઓ માટે આત્મવિશ્વાસ અને પ્રોત્સાહનનો સ્ત્રોત બની રહે છે. તેમના જીવનની વાર્તા કેટલાંય દાઝી ગયેલા બાળકો માટે જીવનમાં પીડા સામે લડી લેવા અને આગળ જતાં ડોક્ટર બનવા પ્રેરણારૂપ બન્યા છે.

જાે આપણે ઈશ્વર કે પરમતત્ત્વને માનીએ તો એ વાત પણ સ્વીકારવી જ રહી કે કોઈ ઘટના ક્યારેય અકારણ ઘટતી નથી. જીવનમાં સારી ઘટનાઓ કરતાં આપણું ઘડતર જેમને આપણે દેખીતી રીતે અપ્રિય કે ખરાબ ઘટના કહીએ છીએ તે વધુ કરે છે! ઊંડાણથી વિચારીએ તો જીવનમાં બનેલી આવી દરેક ઘટના પાછળનો ઈશ્વરીય ઉદ્દેશ સમય જતાં સમજાય. ડૉ. પ્રેમા ધનરાજ સુંદરતા વિશે કહે છે, “જે આકર્ષક અને સુંદર છે તે હંમેશા સારું નથી હોતું.

પરંતુ જે સારું હોય છે તે હંમેશા સુંદર હોય છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution