ભરૂચ, ભરૂચના ટ્રાફિકથી ભરચક એવા ઝાડેશ્વર રોડ પરથી એક વ્યક્તિ પોતાની દ્વિચક્રી મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા. જેમાં વ્યક્તિ પોતે કોઈપણ જાતની સેફટી સુવિધા વગર જાણે સર્કસનો ખેલ કરવા નીકળ્યા હોય તેમ દ્વિચક્રી વાહન ઉપર એક કુમળીવયના બાળકને સીટની પાછળના ભાગે ઉભો રાખી બિન્દાસપણે વાહન હંકારી જાય છે. જોકે રાહદારીઓ એકસમયે આ દ્રશ્યો જોઈ દંગ રહી ગયા હતા. દ્વિચક્રી વાહન ચલાવવા દરમિયાન કોઈ ખાડામાં વાહન ખોટકાઈ અને પાછળ ઉભું રહેલું બાળક પોતાનું સંતુલન ખોઈ બેસી રોડ ઉપર પટકાય તો તે માસુમ બાળકની શુ હાલત થાય તે વિચારવા લાયક છે. જેથી આ વાહન ચાલક નાદાન છે કે પાછળ ઉભું રહેલું બાળક તે હવે સમજવું પડે તેમ છે. આ બાબતે તંત્ર કોઈ પગલાં ભરશે કે નહીં તે તો આવનાર સમયે જ ખબર પડશે પણ રોડ રસ્તાઓ ઉપર લોકોના જીવને જોખમ મૂકી ખુલ્લેઆમ સ્ટંટ કરનારાઓ ઉપર તંત્ર દ્વારા લગામ લગાવવમાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.