જેડીયુએ એનડીએ વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહેલા 15 નેતાઓને સસ્પેન્ડ કર્યા

દિલ્હી-

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે જેડીયુએ એનડીએ વિરુદ્ધ મેદાનમાં ઉતરેલા ૧૫ નેતાઓનું પ્રાથમિક સભ્યપદ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. જનતા દળ યુનાઈટેના મહાસચિવ નવી આર્યાએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી.

જે નેતાઓને સસ્પેન્ડ કરાયા છે તેમાં વર્તમાન ધારાસભ્ય દદન યાદવ, પૂર્વ મંત્રી રામેશ્વર પાસવાન, ભગવાન સિંહ કુશાવાહા ડો. રણવિજય સિંહ, સુમિત કુમાર સિંહ કંચન કુમારી ગુપ્તા, પ્રમોદ સિંહ ચંદ્રવંશી, અરુણ કુમાર, તજમ્મુલ ખાન, અમરેશ ચૌધરી, શિવ શંકર ચૌધરી, સિંધુ પાસવાન, કરતાર સિંહ યાદવ, રાકેશ રંજન, મુંગેરી પાસવાન સામેલ છે.

સોમવારે ભાજપમાંથી બળવો કરીને લોજપા સહિત અન્ય પાર્ટીઓમાંથી ચૂંટણી લડનારા 9 નેતાઓને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. રાજેન્દ્ર સિંહ, રામેશ્વર ચૌરસિયા, ઉષા વિદ્યાર્થી જેવા મોટા નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્ય્šં કે આ લોકોને ચૂંટણીમાં ઉતારવાથી પક્ષની છબિ ખરાબ થઈ શકે છે.   

ભાજપના ર્નિણયથી અલગ જેડીયુએ ચૂંટણી લડનારા તમામ નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે અગાઉ ચેતવણી આપી હતી કે જે કોઈ બીજા પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું ફોર્મ પરત ખેંચી લે. જાે આવું નહીં કરે તો તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે પ્રથમ તબક્કામાં નામ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ હતી. જાે કે ૯ પૈકીના કોઈ નેતાએ ફોર્મ પરત ખેંચ્ય નહીં. જેને પગલે ભાજપે તમામ નેતાઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution