ચાર વર્ષથી ચાલતી કામગીરી પૂર્ણ થતાં આજથી જેલ ટાંકી કાર્યરત કરાશે

વડોદરા

વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષો જૂની જર્જરીત બનેલી જેલ ટાંકી તોડીને અહી નવી ટાંકી બનાવવાની કામગીરી છેલ્લા ચાર વર્ષ થી ચાલી રહી હતી. જેના કારણે આ ટાંકીના વિસ્તારમાં સંપ દ્વારા પાણીનુ વિતરણ કરવામાં આવતુ હોવાથી વિસ્તારમાં પાણીના પ્રેસરના પ્રશ્નો સર્જાતા હતા. ત્યારે હવે ટાંકીની કામગીરી પૂર્ણ થતા આવતિકાલે આ ટાંકી કાર્યરત કરવામા આવશે.

જેલ ટાંકીમાંથી ઉત્તર ઝોનના વોર્ડ નં.૧૩ તથા પુર્વ ઝોન વોર્ડ નં.૧૪ ના કેટલાક વિસ્તારો જેવા કે, કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડીયા બજાર તરફના વિસ્તારો સલાટવાડા, નાગરવાડાના આસપાસના વિસ્તારો, રાજમહેલ રોડની આસપાસના વિસ્તારો વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ ટાંકી વર્ષ ૧૯૭૧ માં બનાવવામાં આવી હતી જેને ૪૭ વર્ષ થઇ ગયા હોવાથી જર્જરીત જેલ ટાંકી તોડીને નવી બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજનની સાથે વિસ્તારમાં પાણીની અગવડતા ન પડે તે માટે ૩૬.૪૨ લાખ લીટરના બે ભુર્ગભ સંપ તથા ૨૪.૪૩ લાખ લીટરનો એક ભુર્ગભ સંપ બનાવી બુસ્ટીંગ સીસ્ટમથી ટાંકી તડ્‌ડ્યા બાદ પાણી પહોંચાડવામાં આવતુ હતુ . વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ યોજના અંતર્ગત જેલ રોડ પાણીની ટાંકી ખાતે ઉચી ટાંકી પંપરૂમ, ટ્રાન્સ્ફર્મરરૂમ તથા ઇલેક્ટ્રીકલ મીકેનીકલ મશીનરી ઇન્સ્ટુમેન્ટ તેમજ ૫ વર્ષના ઓ એન્ડ એમ સાથેનુ કામ રૂા.૯.૮૯ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યુ હતુ. જે કામ પૂર્ણ થયુ છે અને આવતી કાલે આ ટાંકીને કાયાર્ન્વિત કરવામાં આવશે. તેમ સ્થાયી સમિતીના ચેરમેન ડો.શીજલ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ. અને વધુમાં કહ્યુ હતુ કે, ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નં.૧૩ તથા પુર્વ ઝોન વહીવટી વોર્ડ નં.૧૪ ના કેટલાક વિસ્તારો જેવા કે, કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડીયા બજાર તરફના વિસ્તારો સલાટવાડા, નાગરવાડાના આસપાસના વિસ્તારો, રાજમહેલ રોડની આસપાસના વિસ્તારોમાં પાણી પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પાણી મળી રહેશે .

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution