ઇન્સ્ટાગ્રામ પર અબજાેપતિઓનો દબદબો, ટોચ પર ડોનાલ્ડ ટ્રમ્પ, ગૌતમ અદાણી પણ ટોપ ૧૦માં


અબજાે ડોલરની નેટવર્થ ધરાવતા વિશ્વના ધનકુબેરો વિવિધ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેમની સાદગી ચર્ચા જગાવે છે તો ક્યારેક તેઓ લક્ઝરી લાઇફસ્ટાઇલથી હેડલાઇન્સ બનાવે છે. હાલમાં વિશ્વના અબજાેપતિઓની ગણતરી સોશિયલ મીડિયા પર તેમના પ્રભાવને લઈને થઈ રહી છે.્‌અદ્ગ સ્ટ્ઠખ્તટ્ઠડૈહી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા ધનકુબેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્‌સ, ચાંગપેંગ ઝાઓ, માઇકલ બ્લૂમબર્ગ અને ગૌતમ અદાણી જેવા અબજાેપતિઓના નામ છે.

પોર્ટલે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્સ્ટાગ્રામના સૌથી પ્રભાવશાળી અબજાેપતિ માન્યા છે. પોર્ટલ અનુસાર, તેમની વર્તમાન નેટવર્થ ૫.૨ બિલિયન ડોલર છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેઓ દરેક પોસ્ટથી ઓછામાં ઓછા ૨,૨૪,૯૭૫ ડોલરની કમાણી કરી શકે છે. જ્યારે એક પોસ્ટથી તેમની મહત્તમ કમાણી ૩,૦૪,૩૭૮ ડોલર સુધી પહોંચી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી અબજાેપતિઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ પછી બીજા સ્થાને ઓપરા વિનફ્રેને રાખવામાં આવ્યા છે. જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ત્રીજા સ્થાને છે. ઇન્સ્ટાગ્રામ મેટાની જ એક કંપની છે. માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્‌સ આ યાદીમાં ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સન છે. છઠ્ઠા અને સાતમા સ્થાને અનુક્રમે માર્ક ક્યુબન અને શેરિલ સેન્ડબર્ગને રાખવામાં આવ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર વિશ્વના ૧૦ સૌથી પ્રભાવશાળી અબજાેપતિઓમાં ભારતથી એકમાત્ર નામ અદાણી ગ્રુપના ગૌતમ અદાણીનું છે. તેમને યાદીમાં ૮મા સ્થાને રાખવામાં આવ્યા છે. અદાણી વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી ઓછામાં ઓછા ૭,૯૪૩ ડોલર અને વધુમાં વધુ ૧૦,૭૪૭ ડોલરની કમાણી કરી શકે છે. ૯મા સ્થાને માઇકલ બ્લૂમબર્ગ છે, જ્યારે ૧૦મા સ્થાને ચાંગપેંગ ઝાઓ છે. આ રીતે જાેઈએ તો ટોપ ૧૦ની યાદીમાં એશિયાથી માત્ર બે નામ છે, જ્યારે માત્ર બે જ મહિલાઓ યાદીમાં સામેલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution