ભારતીય ટીમ આજે સેમિ ફાઇનલમાં મેડલનો રંગ બદલવા સાથે મેદાનમાં ઉતરશે


પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રિટન સામે શૂટઆઉટમાં ૪-૨થી રોમાંચક જીત નોંધાવી હતી. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમનું આગામી લક્ષ્ય હવે જર્મનીના પડકારને પાર કરવાનું રહેશે. આવતીકાલ મંગળવારે રમાનારી સેમીફાઈનલમાં ભારતીય ટીમ મેડલનો રંગ બદલવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતના ૧૪૦ કરોડ દેશવાસીઓને આશા છે કે હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવશે અને ૧૯૮૦ પછી પ્રથમ વખત ગોલ્ડ મેડલ કબજે કરશે. આ મોટી સેમીફાઈનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કહ્યું હતું કે ટીમ પડકારરૂપ હરીફ જર્મની સામે સેમિ ફાઈનલ રમવા માંગે છે. હરમનપ્રીતે કહ્યું, ‘અમે ફાઇનલમાં જર્મની સામે રમવા માગતા હતા. ઓલિમ્પિક ગેમ્સ પહેલા ટીમ મીટિંગ દરમિયાન અમે અમારી વચ્ચે આ વિશે ચર્ચા કરી હતી. તેઓ એક પડકારજનક પ્રતિસ્પર્ધી છે અને જ્યારે અમે તેમની સામે રમીએ છીએ ત્યારે મેચ સામાન્ય રીતે છેલ્લી સેકન્ડ સુધી લંબાય છે. સેમિફાઇનલ પહેલા, ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેમના ડિફેન્ડર અને નંબર વન પેનલ્ટી કોર્નર રશર અમિત રોહિદાસ આ મેચમાં રમી શકશે નહીં કારણ કે હ્લૈંૐએ તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે હરમનપ્રીતે કહ્યું, ‘આ વસ્તુઓ અમારા નિયંત્રણમાં નથી. જાેકે અમિત સેમિફાઇનલ માટે મેદાનમાં ન આવવો એ મોટો ફટકો છે, પરંતુ અમે અમારા કામ પર ધ્યાન આપી રહ્યા છીએ. હરમનપ્રીત સિંહે વધુમાં કહ્યું કે, ‘રવિવારના અમારા પ્રદર્શનમાં અમિતની જેમ મહત્વના હોદ્દા પર વધારાની જવાબદારી લેવાની ટીમની ક્ષમતા હતી. દરેક ખેલાડીએ આગળ વધીને જવાબદારી લીધી અને અમે છેલ્લી ઘડી સુધી લડતા રહ્યા. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે ‘સરપંચ‘ની આગેવાની હેઠળની ભારતીય ટીમ મંગળવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યાથી રમાનારી સેમિફાઇનલમાં કેવું પ્રદર્શન કરશે. ભારતની નજર ૪૪ વર્ષ બાદ હોકી ફાઇનલમાં પહોંચવા પર ટકેલી છે. છેલ્લી વખત ભારત ૧૯૮૦માં હોકીની ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution