મુંબઈ-
સપ્તાહનો પ્રથમ દિવસ શેર બજાર માટે નબળો સાબિત થયો છે. કારણ કે, નબળી શરૂઆતની સાથે શરૂ થયેલું શેર માર્કેટ બંધ પણ ઘટાડા સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 524.96 પોઈન્ટ તૂટીને 58,490.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 188.25 પોઈન્ટ તૂટીને 17,396.90ના સ્તર પર બંધ થયો છે. વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળ્યા હોવાથી આજે આખો દિવસ ભારતીય શેર બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી, જેના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું છે. તો આજે નિફ્ટી બેન્ક પણ 666 પોઈન્ટના ઘટાડા સાથે 37,146ના સ્તર પર બંધ થયું છે. આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, એચયુએલ 2.88 ટકા, બજાજ ફિન્સર્વ 1.06 ટકા, આઈટીસી 0.78 ટકા, નેસલે 0.72 ટકા, એચસીએલ ટેક 0.56 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, ટાટા સ્ટીલ -10 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ -7.69 ટકા, હિન્દલ્કો -6.14 ટકા, યુપીએલ -5.31 ટકા, બીપીસીએલ -3.84 ટકા ગગડ્યા છે.