ભારતીય નૌસેનાને જુલાઇ માસમાં અમેરિકાથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે

વોશિંગ્ટન-

આશરે એકાદ દશકા જેટલા લાંબા સમય સુધી રાહ જાેયા બાદ ભારતીય નૌસેનાને જુલાઈ મહિનામાં અમેરિકાથી પહેલી ખેપમાં  MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે. આ હેલિકોપ્ટર્સ બહુપરિમાણીય રડારો વડે સજ્જ છે અને રાતે પણ દુશ્મનો પર હુમલો કરી શકશે. આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવી હેલફાયર મિસાઈલ, ટારપીડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે તેવા હથિયાર લાગેલા છે.

રોમિયો હેલિકોપ્ટર્સ માલવાહક વિમાનો, યુદ્ધ જહાજાે અને વિધ્વંસકોથી પણ સંચાલિત થઈ શકશે. તેને દરિયામાં રાહત અને સંશોધન અભિયાન ઉપરાંત શિકાર સબમરીનમાં પણ તૈનાત કરી શકાશે.હકીકતે ભારત અને અમેરિકા વચ્ચે ૨૦૨૦માં લૉકહીડ માર્ટિન કંપની સાથે ૧૭,૦૦૦ કરોડ રૂપિયામાં આવા ૨૫ બહુપરિમાણીય હેલિકોપ્ટર્સ ખરીદવાનો કરાર થયો હતો. ભારત અને અમેરિકા ૩૦ પ્રીડેટર ડ્રોનની ખરીદીને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. આ ડ્રોન ભારતીય સુરક્ષા દળોની ક્ષમતામાં વધારો કરશે. ભારતીય પાયલોટ્‌સની પહેલી બેચ આ હેલિકોપ્ટર્સને ચલાવવા પ્રશિક્ષણ મેળવવા અમેરિકા પહોંચી ગઈ છે. પ્રશિક્ષણ માટે અમેરિકા પહોંચેલા ભારતીયોને પહેલા ફ્લોરિડાના પેનસૈકોલા શહેરમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. ત્યાર બાદ કેલિફોર્નિયાના સૈન ડિયાગો ખાતે તેમને ટ્રેઈનિંગ આપવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution