દિલ્હી-
પાકિસ્તાનમાં એક હિન્દુ મંદિરને એક મૌલવીના નેતૃત્વમાં કટ્ટરપંથીઓને તોડવાના મુદ્દાને ભારતએ સંયુકત રાષ્ટ્રમાં બરાબર ઉઠાવ્યો. ભારતે કહ્યું કે દુનિયામાં આતંકવાદ, હિંસાત્મક અતિવાદ, કટ્ટરપંથ અને અસિહષ્ણુતા વધી રહ્યું છે. તેનાથી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત સ્થળોને આતંકી ગતિવિધિઓ અને વિનાશનો ખતરો ઉત્પન્ન થયો છે. ભારતે કહ્યું કે તેનું તાજુ ઉદાહરણ તાજેતરમાં પાકિસ્તાનમાં જાેવા મળ્યું જ્યાં એક ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી નાંખ્યું અને ઇમરાન ખાન સરકાર મૂકદર્શક બનીને જાેતી રહી.
ભારતે કહ્યું કે અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા ભગવાન બુદ્ધની મૂર્તિઓની તોડી નાંખવામાં આવી હતી આજે પણ અમને યાદ છે. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના શીખ ગુરુદ્વાર પર ભયંકર હુમલો કર્યો જેમાં ૨૫ ભક્તો મરી ગયા. આ ભયનું બીજું એક ઉદાહરણ છે. તાજેતરમાં જ ગયા મહિને પાકિસ્તાનના કરકમાં આવેલ એક હિન્દુ મંદિરને ટોળા દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી, જે ત્યાંના વહીવટના સ્પષ્ટ સમર્થનથી કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિરને તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંનું વહીવટીતંત્ર મૂકપ્રેક્ષક બનીને ઉભું રહ્યું હતું.
ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે તેણે અને ેંદ્ગ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશનની જ્યાં સુધી પસંદગીકર્તા બચી છે ત્યાં સુધી કોઇનો પક્ષ લેવો જાેઇએ નહીં. ભારતે કહ્યું કે આપણે એ તાકાતોની વિરૂદ્ધ એકજૂથ થઇને ઉભા રહેવું પડશે જે કપટપૂર્વક સંવાદને હટાવે છે અને શાંતિની જગ્યાએ ધૃણા અને હિંસા ભરે છે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક કટ્ટરપંથી ઇસ્લામિક પક્ષના સભ્યોના નેતૃત્વમાં એક ટોળાએ એક હિન્દુ મંદિરની તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી હતી.