I&B મંત્રાલયે સિનેમા હોલ્સને પુનઃ ખોલવાની ભલામણ કરી

મળતા સૂત્રો અનુસાર,માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે દેશમાં સિનેમા હોલોને ઓગસ્ટમાં ખોલવાની મંજૂરી આપવામાં આવે. I&B સચિવ અમિત ખરેએ ગઈ કાલે CII મિડિયા સમિતિની સાથે ક્લોઝ ડોર ઇન્ડસ્ટ્રીને સાથે વાતચીતમાં આ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયમાં અજય ભલ્લા અંતિમ બેઠક યોજશે. ખરેએ કહ્યું હતું કે સિનેમા હોલોને પહેલી ઓગસ્ટ અથવા 31 ઓગસ્ટની આસપાસ દેશભરમાં ખોલવાની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે.

સિનેમા હોલમાં પહેલી હરોળમાં વૈકકલ્પિક બેઠકો અને એ પછીની હરોળને ખાલી રાખવાની ફોર્મ્યુલા રાખીને આગળ વધી શકાય છે, એમ સૂત્રએ કહ્યું હતું. ખરેએ કહ્યું હતું કે તેમના મંત્રાલયની ભલામણ છે કે બે મીટરના સામાજિક અંતર વિચાર કરે છે, પણ એને બદલે બે ગજની દૂરી પણ રાખી શકાય. જોકે ગૃહ મંત્રાલયને હજી ભલામણ પર પાછો વિચાર કરવે પડશે. જોકે આ વાતચીતમાં સિનેમામાલિકોએ કહ્યું હતું કે આ ફોર્મ્યુલા ગળે નથી ઊતરતી અને માત્ર 25 ટકા ઓડિટોરિયમની ક્ષમતાવાળા હોલમાં ફિલ્મો દર્શાવવી એ સિનેમા હોલને બંધ રાખવા કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ છે. 

આ બેઠકમાં ઉપસ્થિત લોકોએ મિડિયાના CEO એન. પી. સિંહ, સોની, સેમ બલસારા (મેડિસન), મેઘા ટાટા-(ડિસ્કવરી), ગૌરવ ગાંધી (એમેઝોન પ્રાઇમ) મનીષ માહેશ્વરી (ટ્વિટર), એસ જયશંકર (બેનેટ કોલમેન એન્ડ કંપની લિ.) અને કે. માધવન, સ્ટાર એન્ડ ડિઝની અને CII મિડિયા સમિતિના ચેરમેન ઉપસ્થિત હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution