મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની બાબતે લાફાવાળી કરી

જૂનાગઢ, જૂનાગઢની ભાજપ શાસિત વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં જ શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિએ રતાંગ ગામના પૂર્વ સરપંચ સાથે ગ્રાન્ટની પૂછપરછ બાબતે જીભાજાેડી કરી લાફાવાળી કરી હતી. ઘટના દસ દિવસ બાદ હવે તાલુકા પંચાયતના મહિલાના સભ્યના પતિ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પંથકનું રાજકારણ ગરમાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨ એપ્રિલના રોજ રતાંગ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારે ત્યાં હાજર તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયાએ તું અમારા ગામની ગ્રાન્ટ માટે કેમ પૂછપરછ કરે છે? તેમ કહી ઝગડો કર્યો હતો. તેમજ જાેત જાેતામાં ઉગ્ર બોલાચાલી વચ્ચે અશોકભાઈએ ભાજપ અગ્રણી અરવિંદભાઈને ફડાકાવાળી કરી ચારેક લાફા ઝીંકી દઈ અપશબ્દો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના સમયે તાલુકા પંચાયતના પ્રમુખ નિતીન કપુરીયા ઉપરાંત અન્ય ગામના સરપંચો અને અગ્રણી લોકો પણ ચેમ્બરમાં હાજર હતા. તેમણે અરવિંદભાઈને છોડાવ્યા હતા. બાદમાં અશોક માળવીયાએ અરવિંદ સાંગાણીને તું ક્યાંય રસ્તામાં પણ સામો મળતો નહીં નહીતર તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે ભાજપ અગ્રણી અરવિંદભાઈ સાંગાણીએ પોલીસમાં અરજી આપી હતી પરંતુ પોલીસે જે તે સમયે ગુનો દાખલ નહોતો કર્યો. હવે આ ઘટના અંગે પોલીસે દસ દિવસ બાદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અશોકભાઈ સામે આઈપીસી કલમ ૩૨૩, ૨૯૪ (બી), ૫૦૬ (૨) હેઠળ વિધિવત ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution