આ માસૂમની સ્ટોરી જાણશો તો આંખમાં પાણી આવી જશે

The Housework Mother As The Father Is Mentally Ill And Has To Study Online

આ માસૂમની સ્ટોરી જાણશો તો આંખમાં પાણી આવી જશે

રાજકોટમાં પિતા માનસિક બીમાર, એક જ મોબાઇલ હોવાથી ઘેર-ઘેર જઈ કામ કરતી માતા સાથે રહી કિશોરીને ઓનલાઇન અભ્યાસ કરવો પડે છે

'શિક્ષણ અને સગવડતા આ બન્નેનો સુમેળભર્યો સંગમ હોય તો બાળક યોગ્ય રીતે અભ્યાસ કરી શકે,' પરંતુ રાજકોટની એક કિશોરીએ આ વિધાનને નકારી કાઢ્યું છે. પરિવારમાં અપરંપાર અગવડતા છે. માતા રોજ ઘરે-ઘરે કામ કરવા જાય છે. શાળામાં ઓફલાઈન અભ્યાસ બંધ છે અને ઓનલાઇન અભ્યાસ ચાલુ છે. ઘરમાં ટેક્નોલોજીના નામે એક જ મોબાઈલ છે. ત્યારે અભ્યાસ કરવાની ધગશને મનમાં રાખી આ બાળકી દરરોજ પોતાની માતા સાથે જાય, માતા એક તરફ પારકા ઘરે કચરા-પોતાં કરે અને બીજી તરફ કિશોરી માતાના ફોનમાં ઓનલાઇન અભ્યાસ કરી કચરા વચ્ચે જ્ઞાનનું કમલ ખીલવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીમંત વર્ગ માટે બાળકને અલગ મોબાઈલ આપવો એ સામાન્ય વાત છે, પણ ગરીબ વર્ગને અલગ મોબાઈલ ખરીદવો પોસાય એમ નથી. ત્યારે આ ઓનલાઇન અભ્યાસની અગવડને માતા અને કિશોરીએ હસતા મુખે નિવારીને દર્દને નહીં પણ અભ્યાસની નવી દૃષ્ટિને રજૂ કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution