હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ મહિનો 9 ઓગસ્ટ સોમવારથી શરૂ થાય છે. આ શ્રાવણ મહિનો 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્ત શિવ ભગવાનની પૂજા કરતા હોય છે. આ શ્રાવણ મહિનામાં સોમવતી અમાસ આવે છે. તે ઉપરાંત શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને જળ અને બીલીપત્ર અર્પણ કરવાનું પણ મહત્વ હોય છે.
શ્રાવણ માસ એટલે કે હિન્દુ ધર્મમાં શિવ ભક્તો માટે મોટો પર્વ, ત્યારે હાલ 9 ઓગસ્ટના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્તો શિવની પૂજા કરતા હોય છે. શ્રાવણ મહિનો શિવ ભગવાનને અતિપ્રિય છે. શિવ ભગવાનને પણ સૌથી પ્રિય છે માસ. આ માસ દરમિયાન 5 વાર સોમવાર આવે છે. અહીં પાંચ સોમવારનો મહિમા ગણાવવામાં આવ્યો છે. શ્રાવણ મહિનો જ્યોતિષશાસ્ત્રમાં દોષ દૂર કરવા તેમજ તંત્ર-યંત્રની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય છે. ભગવાન શંકરની પૂજા વિશેષ ફળદાયી છે. તેનાથી વિટંબણા અને રોગ દૂર થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને જળ અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. રુદ્રાક્ષ શિવ શંકરને અતિ પ્રિય હોવાથી તેને સિદ્ધ કરીને ધારણ કરવું જોઈએ.