અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન ૪ર.૧ ડિગ્રી લૂ લાગે તેવા પવન ફૂંકાતાં લોકો ત્રાહિમામ્‌

સમગ્ર રાજ્યમાં સૂર્યદેવો પારો સતત વધતો જતો હોવાથી હિટવેવની અસર જાેવા મળી રહી છે. શહેરમાં ઉત્તર – પશ્ચિમ દિશા તરફથી ૧૦ કિ.મીની ઝડપે લૂ લાગે તેવા ગરમ પવન ફૂંકાતા શહેરીજનો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા હતા. અસહ્ય તાપને કારણે અનેક બિમારીઓ , ડીહાઈડ્રેશન સહિતની તકલીફોમાં પણ વધારોે થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં ૧.૫ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ચાલીસ ડીગ્રીને પાર પહોંચતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતું. જેથી સમગ્ર શહેરના માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. જ્યારે સમાજસેવકો દ્વારા ઠેકઠેકાણે પાણીની પરબો અને ઠંડી છાશનું વિતરણ પણ કરતા જાેવા મળ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી અહ્ય તાપનો પ્રકોપ વધતો જતો હોવાથી સમગ્ર રાજ્યમાં હીટવેવની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેર – જીલ્લાના વહિવટી તંત્ર દ્વારા હિટવેવથી બચવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. તે સિવાય બપોરના સમયે શહેરીજનોને બહાર ન નિકળવા માટે અપિલ કરવામાં આવી છે. વધતી જતી ગરમીને કારણે રાહદારીઓની તરસ છિપે અને તેમને સાંત્વના થાય તે માટે ઠંડા પાણીની પરબો અને છાશ વિતરણના સ્ટોલો પણ ઠેરઠેર જાેવા મળ્યા હતા. અસહ્ય ગરમીને પગલે લૂ લાગવાના તેમજ ડાયેરીયા થવાના કેસોમાં પણ વધારો જાેવા મળ્યો હતો. લોકો બપોરના સમયે ઘરમાં રહેવાનું જ પંસદ કરતા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપના કારણે એસી , કુલરની સાથેે ઠંડા પિણાની ખરીદીમાં પણ વધારો જાેવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન અસહ્ય તાપના કારણે મહત્તમ તાપમાનમાં ૧.૫ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે દિવસ દરમ્યાન ૪૨.૧ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે લધુત્તમ તાપમાન ૨૪ ડીગ્રી સેેન્ટીગ્રેડ નોંધાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution