દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓડિશામાં નોંધાઈ ગુજરાતમાં સરેરાશ કુલ ૫.૧૮ ટકા મોંઘવારી


નવી દિલ્હી:મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. જનજીવનમાં ઉપયોગમાં લેવાતી એવી કોઈ વસ્તુ બાકી નથી, જેને મોંઘવારી અડી ન હોય. ત્યારે ગુજરાતમાં સરેરાશ કુલ ૫.૧૮ ટકા મોંઘવારી નોંધાઈ છે. દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં નોંધાઈ છે. બીજા નંબરે બિહાર અને ત્રીજા ક્રમે કર્ણાટક છે. . દેશમાં મોંઘવારીનો દર ૫.૦૮ ટકા આંબો ગયો છે. અત્યાર સુધી જે વસ્તુ ૧૦૦ રૂપિયામાં મળતી હતી, તે ખરીદવા માટે ગુજરાતમાં ૧૦૫ રૂપિયા અને ૧૮ પૈસા વધુ નાંખવા પડે છે. જે બતાવે છે કે ગુજરાતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ કારણે રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર બની જશે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ જે લોકો માટે જરૂર છે તેમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. જેમ કે આરોગ્યના ખર્ચમાં ૪.૧૩ ટકાનો વધારો ,શિક્ષણમાં ૩.૫૭ ટકાનો વધારો દેશમાં કન્ઝ્‌યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ ૯.૩૬ ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઝીંકાયો છે. લોકોને સારવાર કરાવવી અને સંતાનોને શિક્ષણ આપવું પણ દુષ્કર બની રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution