અમદાવાદ-
ગુજરાતમાં ધારાસભ્યો તથા સાંસદો સામેના ક્રિમીનલ કેસ એક વર્ષમાં પુરા કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશના પગલે હાલ ટ્રાયલ કોર્ટ સહિતની અદાલતોમાં આ પ્રકારના કેસ બોર્ડ પર આવવા લાગ્યા છે. પરંતુ તેમાં કયાંય ચુક ન થઇ જાય તે માટે ગુજરાત હાઇકોર્ટ સમગ્ર પ્રક્રિયાનું મોનેટરીંગ કરશે અને જરૂર પડે ટ્રાયલ કોર્ટને આદેશ પણ આપશે. ગત મહિને સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે ગુજરાત હાઇકોર્ટે તેના અધિકાર ક્ષેત્રની તમામ અદાલતોને સાંસદો અને ધારાસભ્યો સામેના જે કેસ પેન્ડીંગ છે તેને તાત્કાલીક હાથ પર લેવા જણાવાયું હતું. રાજ્યમાં આ પ્રકારના કેસ ચાલવા લાગ્યા છે અને એક વર્ષની અંદર જ આ કેસમાં ચુકાદા આવી જાય તેવી તૈયારી સાથે અદાલતી પ્રક્રિયા શરૂ થઇ છે. સાથોસાથ હાઇકોર્ટે સુપરવાઇઝીંગ ઓથોરીટી તરીકે કામ કરવાનો નિર્ણય લીધો છે. તા.ર ઓકટોબરના રોજ ગુજરાત હાઇકોર્ટે તમામ જીલ્લાના અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ અંગે એક માર્ગદર્શન આપ્યું હતું તેમની નીચેની અદાલતોમાં પણ આ પ્રકારના કેસની સુનાવણી ઝડપી થાય તે જોવા જણાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ અત્યાર સુધીના 98 સાંસદો અને ધારાસભ્યોના કેસ લીસ્ટેડ કર્યા છે જેમાં ક્રિમીનીલ ચાર્જીસ છે એટલે કે ફોજદારી ગુન્હા છે.