સિંગવડ ખાતે ગ્રામસભા તોફાની બની ઃ સ્વચ્છતા સહિત અનેક પ્રશ્નોની ધારદાર રજૂઆત



સિંગવડ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં આજે અનેક વિકાસના પ્રશ્નો ની ચર્ચા સાથે તોફાની બની હતી ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં નલ સે જલ ,ગ્રામ પંચાયતની દુકાનોનું ભાડું ,આવકના દાખલા ,સ્ટેટ લાઈટ ,ગંદા પાણીના નિકાલ સહિત ગટરની રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સિંગવડ નગર ખાતે ગ્રામ પંચાયત ભવન સિંગવડ ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે સરપંચ લખીબેન બાલુભાઈ વહુનીયા ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં તલાટી કમ મંત્રી પિ આર પ્રજાપતિ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ નગરમાં છેલ્લા કેટલાય સમયથી નગરના વિકાસના સળગતા અનેક પ્રશ્નોની ધારદાર રજૂઆત ઉપસ્થિત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી જેમાં સિંગવડ નગરમાં હાલમાં ચોમાસાની ઋતુમાં ગામના દરેક ફળિયામાં અંધારો હોય દરેક ફળિયામાં સ્ટ્રીટ લાઇટ બંધ કેટલાય સમયથી બંધ હોય ચાલુ કરવામાં આવે તેમાં જ્યાં બંધ છે ત્યાં નવી સ્ટીલાઈટ નાખવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે લાખો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના સિંગવડ નગરમાં કરવામાં આવી છે છતાં આજ દિન સુધી સિંગવડ નગરમાં નલ સે જલ યોજના ની પાઇપોમાં પાણી તો ઠીક પણ હજુ સુધી નળ પણ લાગ્યા નથી અને કોન્ટ્રાક્ટ ને રૂપિયાની ચુકવણી કરી દીધી છે ત્યારે નલ સે જલ યોજના માં સિંગવડ નગરમાં નલ સે જલ યોજના શરૂ કરી પીવાનું પાણી આપવાની શરૂઆત કરવામાં આવે તેમજ તાજેતરમાં જ નવીન આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો છે જે પીપલોદ રોડ થી સંજેલી રોડ સહિત રસ્તા ઉપર બનાવવામાં આવ્યો છે તેના નીચે પાણીના પંચર છેલ્લા કાઢવામાં આવ્યા નથી જેના માટે તાલુકા વિકાસ અધિકારી સિંગવડ ને અનેક વાર રજૂઆત કરવા છતાં આજે સુધી પંચર કાઢવામાં ન આવતા આવનાર સમયમાં નવીન રસ્તો તૂટી શકે જેના કારણે તાત્કાલિક ધોરણે પંચર કાઢવામાં આવે ત્યારે ગ્રામસભામાં સિંગવડ પંચાયતની દુકાનો ભાડું કેટલાય સમય થી ભાડું ઉઘરાવવામાં આવ્યું નથી જે ભાડું ઉઘરાવામાં આવે. જ્યારે આવકના દાખલા માટે મકાન વેરા ની પાવતી માંગવાનો નવો નિયમ સિંગવડ પંચાયતમાં આવતા વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઊભા થયા હતા. સિગવડ નગરના નીચ્વાસ બજારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામજનોના મકાનનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર નીકળતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે જેથી રોગચાળો ફાટી ન નીકળે તેમજ સ્વચ્છતા બાબતે નગરમાં કચરાનો નિકાલ કરવા સહિત અનેક સળગતા પ્રશ્નોની રજૂઆત ગ્રામજનોએ ગ્રામસભામાં કરતા ગ્રામ સભા તોફાની બની હતી. જ્યારે તલાટી કમ મંત્રી પિ આર પ્રજાપતિ એ આગામી ૧૦ દિવસમાં સ્ટેટ લાઇટ શરૂ કરવા માટેની હૈયા ધારના આપી હતી જ્યારે સિંગવડ નગરમાં આજે પણ કેટલાય વિકાસના પ્રશ્નો સળગતા ઊભા હોવાનું પણ ગ્રામસભામાં ચર્ચાઇ રહ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution