ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. જેમાં રાજ્યના સાતમાં પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારાનો લાભ મળશે. આ લાભ તા. ૧જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. જેમાં તેમણે રાજ્યના સાતમાં પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આ લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સ મળીને કુલ ૯.૪૪ લાખ કર્મીઓને આ લાભ મળવાપાત્ર થશે. સરકાર દ્વારા આ મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે, ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જેના અંતર્ગત જાન્યુઆરી તથા ફેબ્રુઆરીના મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલની તફાવતની રકમ ઓગષ્ટના પગાર સાથે તેમજ મે અને જૂનના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બરના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે. આ ર્નિણય અંતર્ગત રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. આ ર્નિણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.