દિલ્હી-
નાઇજિરીયાએ કહ્યું છે કે તેણે દેશમાં ટ્વિટર પ્રવૃત્તિઓને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીનું ટ્વીટ હટાવ્યું હતું. જેમાં તેમણે પ્રાદેશિક અલગાવવાદીઓને સજાની ચેતવણી આપી હતી. જ્યારે ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના ખાતા પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. નાઇજિરીયામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સરકારે ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.